ભાગેડુ બળાત્કારના આરોપી નિત્યાનંદે આજે દાવો કર્યો છે કે તેમને આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. નિત્યાનંદ, જેઓ તેમના કહેવાતા વતન ‘કૈલાસ’માં “હિંદુ ધર્મના સર્વોચ્ચ પૂજારી” તરીકે ઓળખાય છે, તેમણે X પર લખ્યું, “આ ઐતિહાસિક અને અસાધારણ ઘટનાને ચૂકશો નહીં! ભગવાન રામને મંદિરના મુખ્ય દેવતા તરીકે ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંપરાગત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને સમગ્ર વિશ્વને ગૌરવ અપાવવા આવશે!”
નિત્યાનંદે કહ્યું- આ દિવસે પરંપરાગત પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભગવાન રામની મૂર્તિ વિશ્વના કલ્યાણ માટે મુખ્ય દેવતા તરીકે સ્થાપિત કરવામાં આવશે અને મને આ સમારોહ માટે સત્તાવાર આમંત્રણ પણ મળ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમયગાળા દરમિયાન કૈલાસમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કૈલાસ સમય અનુસાર રાત્રે 9 વાગ્યે મંદિરોમાં ભગવાન રામની પૂજા થશે અને 11 વાગ્યે અખંડ રામ જાપ થશે.
નિત્યાનંદે ટ્વીટ કર્યું
ટ્વિટ પોસ્ટમાં જણાવાયું છે કે,”ઔપચારિક રીતે આમંત્રિત થવા પર, હિંદુ ધર્મના સર્વોચ્ચ પૂજારી, ભગવાન શ્રી નિત્યાનંદ પરમસિવમ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે,”
નિત્યાનંદ પર બળાત્કાર કેસમાં આરોપ છે
વર્ષ 2010માં નિત્યાનંદના એક શિષ્યએ તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત પોલીસે પણ કહ્યું હતું કે બાળકોનું અપહરણ કરીને તેમને નિત્યાનંદના આશ્રમમાં રાખવામાં આવે છે. પોલીસે દરોડામાં બે લોકોની ધરપકડ પણ કરી હતી. જો કે, નિત્યાનંદે હંમેશા તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.
જણાવી દઈએ કે નિત્યાનંદ તેમના દેશ ‘કૈલાસ’ને વાસ્તવિક હિન્દુ રાષ્ટ્ર હોવાનો દાવો કરે છે અને તેમની પોતાની વેબસાઇટ છે. વિશ્વભરમાં તેના લાખો ફોલોઅર્સ છે. ઇક્વાડોર નજીક સ્થિત આ ટાપુ દેશનું અંતર ભારતથી લગભગ 17 હજાર કિલોમીટર છે.
જો કે કૈલાસ વેબસાઈટ દાવો કરે છે કે તેના દેશના નાગરિકો વિશ્વમાં લગભગ 2 કરોડ છે, પરંતુ નિત્યાનંદના શિષ્યા વિજયપ્રિયા નિત્યાનંદે યુએનમાં કહ્યું હતું કે અહીંની વસ્તી 20 લાખ છે. વિજયપ્રિયાએ દાવો કર્યો હતો કે કૈલાશ 150 દેશોમાં દૂતાવાસ ધરાવે છે.
આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?
આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી
આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં