દરેક વસ્તુ ના જેટલા ફાયદા છે તેટલા નુકશાન પણ છે. મોબાઈલ ફોન અને તેના ફાયદા અને ગેર ફાયદા ને લઈને હમેશા સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થતી આવી છે. સ્માર્ટ ફોન આવતા કેમેરા તો જાને ગાયબ જ થઇ ગયા છે. હવે લોકો પોતાના ફોન વડે ગમે ત્યાં ફોટા પડતા અને સેલ્ફી લેતા થઇ ગયા છે.
સેલ્ફીના દુનિયામાં અનેક ચાહકો છે. મોટા શહેરોથી માંડી ણે નાના ગામડાઓમાં પણ સેલ્ફીનો ક્રેઝ જોવા મળે છે. એવું કહેવાય છે કે દરેક વસ્તુનો અતિરેક ખૂબ જ ખરાબ હોય છે. આથી સેલ્ફીની લત તમારા માટે મોટી સમસ્યા બની શકે છે. જો તમને પણ ઓન ધ સ્પોટ મોમેન્ટ પર સેલ્ફી લેવાનો શોખ હોય તો હવે તમારે એલર્ટ થઈ જવાની જરુર છે. આજે તમને જણાવી રહ્યાં છે કે સેલ્ફીની લતમાં આ મહિલાએ કેવી રીતે પોતાનો જીવ ગુમાવ્યો.
ગુજરાત રાજસ્થાનના બોર્ડર પાસે આવેલા શામળા જી પાસે આ ઘટના બની છે. શામળા જી ખાતે વાવમાં સેલ્ફી લેવા જતા પગ લપસી જતા મહિલા વાવમાં પડી હતી. પગ લપસી જતા વાવમાં પડેલી મહિલાને માથામાં ગંભીર ઈજા થઇ હતી. અને તેણીનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર આ 45 વર્ષીય મહિલા મુલે ભરૂચ ની હતી. અને વાવા નજીક સેલ્ફી લઇ રહી હતી . ત્યાં જ અચાનક મહિલાનો પગ લપસ્યો હતો. અને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેણીનું મોત થયું હતું. વાવ ચારેબાજુ ખુલ્લી હોવાથી બનાવ બન્યો હોવું સામે આવ્યું છે. આ અંગે શામળાજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…