દેશમાં એકવાર ફરી આરક્ષણને લઇને વિવાદો ઉભા કરતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભેદભાવથી દૂર થવાની જગ્યાએ આજે પણ દેશમાં ઘણી જગ્યાએ તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ આરક્ષણ લઇ રહેલા લોકોને સીધા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જે આવનારા સમયમાં દેશ માટે મોટી મુસિબત બની શકે છે. એક કિસ્સો મુંબઇથી સામે આવ્યો છે જ્યા બીવાયએલ નાયર હોસ્પિટલથી ગાયનેકોલોજીનો અભ્યાસ કરી રહેલી બીજા વર્ષની વિદ્યાર્થી પાયલ તડવીએ પોતાનું જીવન ટૂંકાવી દીધુ છે.
પાયલ તડવીની માતાએ દાવો કર્યો છે કે, તેમણે દિકરીનાં ઉત્પીડન વિશે હોસ્પિટલનાં ડીનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે ત્રણ વરિષ્ઠ મેડિકલ વિદ્યાર્થીઓ પર દિકરીનાં શોષણ કરવાના આરોપ લગાવતા તેમણે તેની મોતનાં જવાબદાર ગણાવ્યા. પરંતુ આ અંગે જ્યારે ડીનની પ્રતિક્રિયા આવી ત્યારે તેમણે કહ્યુ કે, આવો કોઇ પત્ર મળ્યો નથી. બુધવારે પાયલનો શવ હોસ્ટેલનાં રૂમમાં પંખાથી લટકેલો મળ્યો. જે બાદ પોલીસે પોતાની તપાસ શરૂ કરી. જ્યા તેમણે ત્રણ વિદ્યાર્થીઓ પર આત્મહત્યા કરવા ઉકસાવવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે. મૃતકનાં માતા-પિતાનું કહેવુ છે કે, નીચી જાતિનાં હોવાના કારણે તેનુ શોષણ કરવામાં આવતુ હતુ. તેને આરક્ષણથી મેડિકલની સીટ મળવા પર ટોંટ મારવામાં આવતા હતા.
પીડિતાની માતાએ કહ્યું, “10 મી મેએ મારી દીકરીએ મને બોલાવી. તે ફોન પર રડતી હતી, તેણે મને કહ્યું કે તેને અહી ઘણુ શોષણ સહન કરવું પડી રહ્યુ છે. મને આશ્ચર્ય થયું અને મેં તે જ રાત્રે ડીનને ફરિયાદ કરી. 13 મે નાં રોજ, હું પત્રને સોંપવા માટે ડીન ગઇ પરંતુ અમને અંદર જવાની મંજૂરી ન આપવામાં આવી. તેના બદલે, અમને Gynecology પ્રોફેસર યી ચિંગ લિંગને મળવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યા ડૉક્ટર લિંગ અંગ્રેજીમાં ઝડપી બોલી રહ્યા હતા, જે હું સમજી ન શક્યો.
નાયર હોસ્પિટલનાં ડીન ડૉ. રમેશ ભારમલ કહે છે કે તેમને આ ઘટનાની મૌખિક અથવા લેખિત માહિતી મળી નથી. તેમણે જણાવ્યું હતું કે, “જો મને આનો કોઈ ખ્યાલ હોય તો હું તુરંત જ એન્ટી રેગિંગ સમિતિ દ્વારા દોષી વિરુદ્ધ કાર્યવાહી કરતો. મેં ગાયનેકોલોજી યુનિટનાં વિદ્યાર્થીઓ સાથે વિગતવાર વાત કરી હતી પરંતુ કોઈએ તેમની સ્થિતિ વિશે જાણતા નહોતા. જેને આરોપી બતાવવામાં આવી રહ્યા છે તે ત્રણ વિદ્યાર્થીઓ વિશે મને કોઈ ફરિયાદ ક્યારેય મળી નથી. જો કે હોસ્પિટલ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે.