Not Set/ સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો, આજે RBIની બોર્ડ મીટીંગ, બેન્કીંગ સ્ટોકસમાં નુકશાન

સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે સવારે ઉંચા પોઈન્ટ સાથે ખુલ્યું હતું. શેરમાર્કેટમાં અમુક કંપનીઓનાં ભાવમાં વધારો થયો છે જયારે બેન્કીંગ સ્ટોકસમાં નુકશાન જોવા મળી રહ્યું છે. રોકાણકારો હાલ તો સચેત છે, કારણકે આજે RBIની બોર્ડ મીટીંગ છે. સેન્સેક્સ 170 પોઈન્ટનાં ઉછાળા સાથે ખુલ્યું હતું. જયારે નિફ્ટી 10,700 ઉપર રહ્યો હતો. એનાલીસ્ટ આશા રાખી રહ્યાં છે કે […]

India Business
share market સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો, આજે RBIની બોર્ડ મીટીંગ, બેન્કીંગ સ્ટોકસમાં નુકશાન

સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે સવારે ઉંચા પોઈન્ટ સાથે ખુલ્યું હતું. શેરમાર્કેટમાં અમુક કંપનીઓનાં ભાવમાં વધારો થયો છે જયારે બેન્કીંગ સ્ટોકસમાં નુકશાન જોવા મળી રહ્યું છે. રોકાણકારો હાલ તો સચેત છે, કારણકે આજે RBIની બોર્ડ મીટીંગ છે.

સેન્સેક્સ 170 પોઈન્ટનાં ઉછાળા સાથે ખુલ્યું હતું. જયારે નિફ્ટી 10,700 ઉપર રહ્યો હતો.

એનાલીસ્ટ આશા રાખી રહ્યાં છે કે આ બોર્ડ મીટીંગમાં મહત્વની બાબત બેંકના નિયમોને સરળ બનવાની વાત હશે.

યસ બેંક, ઈન્ફોસીસ, એમ & એમ અને સન ફાર્માનાં શેરના ભાવ ઉચકાયા છે જયારે એરટેલ, ONGC અને એક્સીસ બેંકનાં ભાવ ઘટ્યા હતા.

જયારે ટાટા ગ્રુપનાં સ્ટેટમેન્ટ બાદ જેટ એરવેઝનાં શેરનાં ભાવમાં 12% નો ઘટાડો થયો છે. જેટ એરવેઝનાં શેરમાં પ્રતિ શેર 303.25 રૂપિયાનો ઘટાડો થયો છે.