ઉના/ દોઢ વર્ષથી લાપતા વૃદ્ધ બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા અને ઝડપાઇ ગયા

મધ્યપ્રદેશના રીટાયર્ડ કર્મચારી દોઢ વર્ષથી ગુમ હતા. જે  નવાબંદર બેંકમાં પૈસા ઉપાડવા ગયાને પરિવારનો સંપર્ક થયો

Gujarat
ELIJHABETH 2 5 દોઢ વર્ષથી લાપતા વૃદ્ધ બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા અને ઝડપાઇ ગયા
  • રીટાયર્ડ વયોવૃધ્ધ કર્મચારી પૈસા ઉપાડવા ગયા અને બેંક કર્મચારીએ પુછપરછ કરતા પરિવાર સાથે સંપર્ક થયો અને પોલીસને જાણ કરી…

ઊનાની નવાબંદર એસ બી એસ બેંકમાં બપોરના સમયે એક અજાણ્યા વયો વૃધ્ધ બેંકના કેરીયરને પોતાના બેંક ખાતા નંબર આપી પૈસા ઉપાડવાનું જણાવતા કેશીયરે પાસબુક તેમજ આધાર કાર્ડ માંગતા તેમની પાસે ન હોવાનું જાણવા મળ્યું હતું.  જ્યારે આ વયોવૃધ્ધને તેમના ખાતા નંબર મોઢે યાદ હતા. બેંકના કેશીયર યોગેશભાઇ શર્માએ વયોવૃધ્ધની પરિસ્થિતી જોઇ તેમને કઇ રીતે મદદ થાય તેવા પ્રયત્નો  હાથ ધાર્યા હતા. તેમણે આ વૃધ્ધ સેવકરામ ગુજ્જરને બેસાડી તેમની સાથે વાતો કરી અને ધીમે ધીમે તેમની પાસેથી વિગતો જાણી અને આ સેવકરામ પૈસા ઉપાડવાનું જણાવતા કેશીયર યોગશ શર્માએ ખાતાનંબરની વિગતો જોતો તેમાં મોબાઇલ નંબર હતા.

પરંતુ આ વૃધ્ધ પાસે મોબાઇલ ન હતો. તેમ છતાં કેશીયરે વેરીફિકેશન માટે ખાતાની વિગતમાં જે મોબાઇલ નંબર હતા તે નંબર પર ફોન કરતા ફોન મધ્યપ્રદેશના હોશાગાબાદ જીલ્લાના એક ગામમાં તેમના પુત્રએ ઉપાડ્યો હતો.  અને સામેથી બેંકના કેશીયરે સંપૂર્ણ વાત કરતા તેમના પુત્રએ જણાવ્યુ હતુ કે સેવકરામ તેમના પિતા છે. અને છેલ્લા દોઢ વર્ષથી તે ઘરે થી ગુમ છે અને આ અંગેની તેમણે મધ્યપ્રદેશમાં પોલીસમાં ગુમ થયાની નોધ પણ કરવી હતી. સેવકરામ રેલ્વેના રીટાયર્ડ કર્મચારી છે.

અને માસીક રૂ.૧૭ હજાર પેન્શન આવતુ હતું.  તે રકમ ઉપાડવા આવ્યા હતા.  સેવકરામના પુત્રએ પોલીસમાં ગુમ થયાની જે પોલીસમાં જાણ કરી હતી. તેમની વિગત તેમજ તેમના પિતાની સંપૂર્ણ વિગત બેંકના કર્મચારીને મોકલતા બેંકના કર્મચારીએ નવાબંદર પોલીસને જાણ કરી સેવકરામ વિશે સંપૂર્ણ વિગતો જણાવી હતી. બાદમાં સેવકરામને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવેલ અને તેમના પરિવાર જાણ કરતા તેમનો પરીવાર પણ મધ્યપ્રવેશથી તેમના ઘરના મોભીને લેવા આવવા માટે નિકળી ગયા હતા.

Queen Elizabeth II/ રાણી એલિઝાબેથ કયા રોગથી પીડિત હતી ? જાણો તેના વિશે