Vadodara News: ભારે વરસાદની આગાહીના પગલે વડોદરામાં નેશનલ ડિઝાસ્ટર રીલીફ ફોર્સ (એનડીઆરએફ)ની સાત-સાત ટીમ તૈયાર રાખવામાં આવી છે. જરોદમાં એનડીઆરએફનું હેડક્વાર્ટર ખડે પગે થઈ ગયું છે. તેણે સાત ટીમ તૈયાર રાખી છે.
ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં જામનગર અને દ્વારકા સહિતના ચાર શહેરોમાં એનડીઆરએફની ટીમ મોકલી દેવામાં આવી છે. આ શહેરોમાં રેડ એલર્ટ છે. આ ઉપરાંત ગીર-સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા ખાતે જવા પણ ટીમ રવાના થઈ છે. આ ઉપરાંત વલસાડ, રાજકોટ અને કચ્છ ખાતે ટીમ રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ LG હોસ્પિટલમાં મહિલા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
આ પણ વાંચો: મહેસાણાના વિસનગરમાં વેપારીએ બેન્કને ચૂનો લગાવ્યો
આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ટીમ એલર્ટ