મુંબઈ,
શાહરૂખ ખાને તેમના બર્થ-ડે પર તેમના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. કિંગ ખાનની ફિલ્મ ‘ઝીરો‘નું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમાં શાહરૂખ ખાન સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મની ખાસિયત શાહરૂખ ખાનનો રોલ છે. મુવીમાં શાહરૂખ ઠીંગુજીના કિરદારમાં જોવા મળી રહ્યા છે.
શાહરૂખ ખાન પહેલા આપણે અનુપમ ખેરની આ પ્રકારનો રોલ કર્ત્તા જોયા છે. પરંતુ રોમાંસના કિંગને નાના અવતારમાં દર્શકો માટે મજેદાર એક્પપીરીયંસ રહેશે. આ જ કારણ છે કે ફિલ્મના પોસ્ટરને ખુબ જ પંસદ કરવામાં આવી રહ્યું છે.
જુઓ ટ્રેલર…
શાહરુખ ખાન માટે પણ આ એક એક્સપેરીમેંટ છે. કારણ કે રોમાંસ તો તેમના ડાબા હાથની વાત છે. પરંતુ પ્રેક્ષકોને પ્રભાવિત કરવા માટે આ અવતારમાં આવું એ તેમના માટે એક મોટી પડકાર છે. ટ્રેલર માત્ર એક ઝલક છે. ઝીરોમાં, શાહરુખે તેના વાસ્તવિક દેખાવમાં કેટલાક કેમિયો કર્યા છે. આ બધા જ જ્યારે ફિલ્મ જોશે ત્યારે જ જાણવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.