સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ પાર્ટીને લઈને કસ્ટડીમાં છે. દરમિયાન, સમાચાર આવ્યા છે કે શાહરૂખ ખાને આજે તેના પુત્ર સાથે ફોન પર વાત કરી છે. NCB ઓફિસમાં આર્યન ખાનની પૂછપરછ કર્યા બાદ ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી હતી.
NCB ના સૂત્રોના જણાવ્યા અનુસાર, NCB એ શાહરૂખ ખાન સાથે આર્યન ખાનની ફોન પર વાતચીત કાયદા હેઠળ કરાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યન પૂછપરછ દરમિયાન સતત રડે છે અને તેણે છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સનું સેવન કર્યાની કબૂલાત પણ કરી છે. આર્યન ભારતની બહાર યુકે, દુબઈ અને અન્ય દેશોમાં પણ ડ્રગ્સનું સેવન કરી ચૂક્યો છે.
આ પણ વાંચો : સલમાન – સંજય અને રિયા બાદ હવે લડી રહ્યા છે આર્યનનો કેસ, જાણો કોણ છે સતીશ માનશિંદે
આર્યન ખાન વિરુદ્ધ કલમ -27 (નાર્કોટિક પદાર્થોનો વપરાશ), 8 સી (માદક પદાર્થોનું ઉત્પાદન, કબજો, ખરીદી અથવા વેચાણ) અને એનડીપીએસ એક્ટની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NCB દ્વારા ધરપકડ બાદ તૈયાર કરવામાં આવેલા મેમો અનુસાર, દરોડા બાદ 13 ગ્રામ કોકેઈન, પાંચ ગ્રામ MD, 21 ગ્રામ ચરસ અને 22 નશીલી ગોળીઓ મળી આવી છે. આ સાથે 1.33 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : NCB ની પૂછપરછ બાદ Aryan Khan નો એક જ દિવસમાં બદલાયો લુક, જુઓ ફોટો
મુંબઈથી ગોવા જતા ક્રુઝ જહાજ પર દરોડા બાદ આર્યન ખાન અને અન્ય સાત શખ્સોની શનિવારે મોડી રાત્રે NCB એ અટકાયત કરી હતી.આઠ લોકોમાંથી એજન્સીએ આર્યન ખાન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટની ધરપકડ કરી હતી અને રવિવારે મુંબઈમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને NCB ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેણે તેને 4 ઓક્ટોબર સુધી NCB ની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
NCB ના એક અધિકારીએ જણાવ્યું કે એજન્સી નાર્કોટિક્સ પાર્ટી વિશે માહિતી મળ્યા બાદ 15-20 દિવસ સુધી ક્રુઝ શિપની ઘટના પર નજર રાખી રહી હતી. પુષ્ટિ પછી, એનસીબીએ આ કાર્યવાહી કરી. મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડામાં મોટી માત્રામાં કોકેઈન મળી આવ્યું હતું. આ પાર્ટીમાં જોડાવા માટે, 80 હજાર રૂપિયાથી લઈને લાખો રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :આર્યનની ધરપકડ બાદ સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરે, જુઓ વીડિયો
આ માહિતીના આધારે એનસીબીના કેટલાક અધિકારીઓ પાર્ટીમાં જોડાવાના બહાને ક્રૂઝમાં પ્રવેશ્યા હતા. અંદરનો નજારો જોયા બાદ આ ટીમે બહાર બેઠેલા અધિકારીઓને જાણ કરી હતી. આ પછી NCB ની ટીમે શનિવારે રાત્રે દરોડો પાડ્યો હતો.
આ પણ વાંચો :રેવ પાર્ટી શું છે ? ક્યાં ડ્રગનો ઉપયોગ થાય છે, આવો જાણીએ અત થી ઈતિ