પ્રાદેશિક નિયામક સમીર વાનખેડેની આગેવાની હેઠળ એનસીબીની ટીમે શનિવારે સાંજે ગોવા જતી કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર દરોડા પાડ્યા હતા. જેમાં ફિલ્મ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. NCB એ ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓને એક દિવસની NCB કસ્ટડી માં મોકલવામાં આવ્યા છે.
ત્રણેય આરોપીઓએ NCB ઓફિસમાં રાત વિતાવવી પડશે. આજે રાત્રે આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓએ NCB ઓફિસમાં કાઢવી પડશે. આવતીકાલે બપોરે 2.30 કલાકે કોર્ટ નંબર 8 માં સુનાવણી થશે.
જો કે આખી ઘટનામાં વકીલ સતીશ માનશિંદે એ જણાવ્યું હતું કે, આર્યન ખાન પાસેથી કશું જ મળ્યું નથી. આર્યનને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો.
NCB એ મુંબઈના દરિયામાં ક્રુઝ પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ડ્રગ્સ પાર્ટી કરતા આઠ લોકોની ધરપકડ કરી હતી. આ આઠમાંથી, હવે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ લોકોની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાં ચાલી રહેલી રેવ પાર્ટીના તાર માત્ર શાહરુખ ખાનના પુત્ર સાથે જ નહીં પરંતુ અન્ય ઘણા સ્ટાર્સના બાળકો સાથે પણ જોડાયાની શંકા છે. NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા લોકોના મોબાઈલની તપાસમાં એક મોટું નેટવર્ક સામે આવી રહ્યું છે. તપાસ દરમિયાન માત્ર બોલિવૂડ સ્ટાર્સ અને તેમના બાળકોના નામ જ નહીં, પરંતુ અગાઉ અટકાયતમાં લેવામાં આવેલા ફિલ્મ સ્ટાર્સના નામ પણ સામે આવ્યા છે. તપાસની સોય અત્યારે સીધી મુંબઈ તેમજ દિલ્હી અને ગુડગાંવ સાથે જોડાઈ રહી છે. આ ક્રુઝ પર પાર્ટીનું આયોજન અંગે બટાટા ગેંગ પર શંકા જઈ રહી છે.
બટાટા ગેંગ સમગ્ર મુંબઈમાં ડ્રગ ટ્રેપ ફેલાવે છે
નાર્કોટિક્સ સાથે જોડાયેલા સૂત્રો કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં, બટાટા ગેંગ ડ્રગ પેડલિંગ દ્વારા મુંબઈના યુવાનોમાં નશો ફેલાવવા માટે પોતાની પ્રવૃત્તિ વધારી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે પહોંચેલી માહિતી અનુસાર, બટાટા ગેંગના સંચાલકોના ઈશારે આવી મોટી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં આયોજિત આ શિપ પાર્ટીમાં બટાટા ગેંગના કાર્યકરોએ ડ્રગ્સ સપ્લાય કર્યા હતા. મુંબઈનો સૌથી મોટો ડ્રગ સપ્લાયર ફારૂક બટાટા અને તેનો પુત્ર શાદાબ બટાટા લગભગ 70 થી 80 ઓપરેટિવ્સ દ્વારા સમગ્ર મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ડ્રગ ડીલર આવી મોટી પાર્ટીઓમાં સેલીબ્રીટી ના બાળકોને ફસાવીને લાખો -કરોડો રૂપિયાના સોદા પણ કરે છે.
ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / NCB ને આ રીતે મળી હતી ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી, જાણો દિલધડક ઓપરેશનની આખી કહાની