Patan News/ શિક્ષકોને લજવતો કિસ્સો, ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા મચ્યો હડકંપ

પાટણ જીલ્લામાં રાધનપુર તાલુકામાં આવેલી એક પ્રાથમિક શાળામાં (Primary school) ગઈકાલ સાંજે ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે

Top Stories Gujarat Breaking News
Image 2024 09 05T105335.390 શિક્ષકોને લજવતો કિસ્સો, ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા મચ્યો હડકંપ

Patan News: શિક્ષક દિનનાં (Teachers Day) દિવસે શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પાટણમાં (Patan) રાધનપુરના (Radhanpur) એક ગામમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ શિક્ષકને મેથપાક ચખાડ્યો છે. ટીપીઓએ શિક્ષાત્મક પગલા લેવાશે તેમ જણાવ્યું છે.

Image 2024 09 05T105429.322 શિક્ષકોને લજવતો કિસ્સો, ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા મચ્યો હડકંપ

પાટણ જીલ્લામાં રાધનપુર તાલુકામાં આવેલી એક પ્રાથમિક શાળામાં (Primary school) ગઈકાલ સાંજે ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર અને સ્થાનિકો રોષે ભરાયા હતા. શાળાના શિક્ષકની ગ્રામજનોએ ધોલાઈ કરી હતી. આ ઘટનાની જાણ વહીવટી તંત્રને કરતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. જિલ્લાના શિક્ષણ જગતની અસ્મિતા ફરી એકવાર તાર તાર થઈ ગઈ છે. રાધનપુર તાલુકાની નાની પીપળી ગામે પ્રાથમિક શાળામાં ઘટના બની હતી. માહિતી મુજબ શિક્ષક દિનેશ પરમાર ધોરણ 5ની બાળાઓ સાથે અડપલા કરતો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

Image 2024 09 05T105529.782 શિક્ષકોને લજવતો કિસ્સો, ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા મચ્યો હડકંપ

નાની પીપળી ગામે  TPO અને TDO સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે. માહિતી મુજબ શિક્ષક દિનેશ પરમાર રજા પર ઉતરી જતો રહ્યો છે. શિક્ષક વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાં માટે TPOને રિપોર્ટ કરવામાં આવ્યો છે.  શિક્ષક સામે પગલાં લેવામાં આવશે તેમ TPO હરખાભાઈ નાડોદાએ જણાવ્યું હતું.

Image 2024 09 05T105636.376 શિક્ષકોને લજવતો કિસ્સો, ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા મચ્યો હડકંપ

જૂનાગઢ જીલ્લામાં પ્લાસવા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા ગોવિંદ બાંભરોટિયા નામના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના અને વિદ્યાર્થીઓને ઢોર માર્યાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેને પગલે રોષે ભરાયેલા વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી. એટલું જ નહીં, વાલીઓએ શિક્ષકને મેથપાક ચખાડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લંપટ શિક્ષકને વાલીઓએ ચખાડ્યો મેથીપાક, વિદ્યાર્થીની સાથે કરતો હતો અડપલાં

આ પણ વાંચો:સુરત પોલીસે બાળકી સાથે અડપલાં કરનારા આધેડની ધરપકડ કરી

આ પણ વાંચો:પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં