IND vs SA/ દ.આફ્રિકા વિરુદ્ધ શમીનો જોવા મળ્યો પંચ, ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટનાં ત્રીજા દિવસની રમત ચાલુ છે. ભારતે પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાને 197 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

Sports
શમી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટનાં ત્રીજા દિવસની રમત ચાલુ છે. ભારતે પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાને 197 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેમા મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી. આ સાથે શમીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે.

આ પણ વાંચો – ICC Awards / અશ્વિન ICC ‘ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2021’ માટે નોમિનેટ થયો, જુઓ સંપૂર્ણ યાદી…..

આપને જણાવી દઇએ કે, શમી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. તેણે 55 મેચમાં 200 વિકેટ પૂરી કરી છે. શમી પહેલા જવાગલ શ્રીનાથે 54 મેચમાં 200 અને કપિલ દેવે 50 મેચમાં 200 વિકેટ પૂરી કરી છે. શમી એકંદરે 11મો છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારો 5મો ભારતીય ઝડપી બોલર છે. સેન્ચુરીયન ટેસ્ટ પહેલા શમીએ 54 મેચમાં 195 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં એડન માર્કરામ (13), કીગન પીટરસન (15)ને બોલ્ડ કર્યા, જ્યારે અડધી સદી લગાવનાર ટેમ્બા બાવુમા (52) અને વિયાન મુલ્ડર (12) વિકેટકીપર રિષભ પંતનાં હાથે કેચ આઉટ થયા હતા. શમીએ ત્યારબાદ કાગિસો રબાડા (25)ને આઉટ કરીને તેનો પાંચમો શિકાર કર્યો અને ટેસ્ટ ક્રિકેટમાં તેની 200 વિકેટ પણ પૂરી કરી.

આ પણ વાંચો – IND vs SA / વરસાદ વચ્ચે ટીમ ઈન્ડિયાએ કરી પેટ પૂજા, લંચ મેનુ સોશિયલ મીડિયામાં થયુ વાયરલ

32 વર્ષીય શમી પહેલા માત્ર 4 બોલરો આ સિદ્ધિ મેળવી શક્યા છે. તેમના પહેલા કપિલ દેવ, ઝહીર ખાન, ઈશાંત શર્મા અને જવાગલ શ્રીનાથ આ કારનામું કરી ચુક્યા છે. સાઉથ આફ્રિકામાં ટેસ્ટમાં શમી બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્ટ્રાઈક રેટ ધરાવે છે. ઓછામાં ઓછી 100 ઓવર ધરાવતા બોલરોમાં વેંકટેશ પ્રસાદનો સ્ટ્રાઈક રેટ તેના કરતા સારો છે. ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલેનાં નામે છે, જેણે 132 મેચમાં 619 વિકેટ લીધી હતી, જ્યારે કપિલ દેવનાં નામે 131 મેચોમાં 434 વિકેટ છે. અશ્વિન ત્રીજા નંબર પર છે જેણે 427 વિકેટ લીધી છે. હરભજન સિંહ 417 વિકેટ સાથે ચોથા અને ઈશાંત શર્મા 311 વિકેટ સાથે 5માં નંબર પર છે.