બોલિવૂડ અભિનેત્રી શમિતા શેટ્ટી બિગ બોસના ઓટીટી ઘરની અંદર કેદ છે. તેણે તાજેતરના સમયમાં શો દરમિયાન તેની પ્રવૃત્તિ દ્વારા લોકોનું ધ્યાન તેને તરફ આકર્ષિત કર્યું છે. પ્રતીક સહજપાલ સાથે ખોરાકને લઈને ઉગ્ર અથડામણ બાદ તે ચર્ચામાં આવી હતી. હવે અભિનેત્રીએ એવો ખુલાસો કર્યો છે, તે જાણ્યા પછી બિગ બોસના ચાહકોને આશ્ચર્ય થશે. અભિનેત્રી શમિતા શેટ્ટી અને તેના સાથી સ્પર્ધક નિશાંત ભટ્ટ (કોરિયોગ્રાફર) પહેલેથી જ એકબીજાને ઓળખે છે, તેથી જ કદાચ તેઓએ પોતાનું અંતર રાખ્યું છે. હવે શમિતા શેટ્ટીએ ખુલાસો કર્યો છે કે નિશાંત એક વખત તેની સાથે ‘લાઈન ક્રોસ’ કરી હતી.
આ પણ વાંચો :સ્ટુડિયોની કેન્ટીનમાં પહોંચ્યો સોનુ સૂદ, બનાવી આ ખાસ વસ્તુ, તમે પણ જુઓ વિડીયો
શમિતા શેટ્ટીએ દિવ્યા અગ્રવાલને કહ્યું, “હું તે નથી કહેવા માંગતી કે તે કઈ ઘટના છે, પરંતુ તેણે એક વખત મારી સાથે લાઈન ક્રોસ કરી અને મને તે ગમ્યું નહીં. મેં તેને કડક રીતે કહ્યું કે તેણે ખોટું કર્યું છે અને તેણે મારી સાથે વાત કરી નથી. . તે પછી મેં વિચાર્યું કે મારે તેની સાથે અંતર રાખવું જોઈએ કારણ કે હું તેને યાદ કરવા માંગતી નથી. જ્યારે મેં તેને સ્ટેજ પર પણ જોયો ત્યારે મેં પ્રતિક્રિયા આપી કે હું તેને ઓળખું છું.”
શમિતા અન્ય કોરિયોગ્રાફર મિત્ર દ્વારા નિશાંતને ઓળખે છે. એક શોની તૈયારી કરતી વખતે, નિશાંત શમિતાને ડાન્સ સ્ટેપ્સનું રિહર્સલ કરાવતો હતો આ સમય દરમિયાન તેણે તેની હદ પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ શમિતાએ નિશાંતને તરત જ ચેતવણી આપી કે તુ તારી મર્યાદામાં જ રહેજે.
આ પણ વાંચો :એકવાર ફરી હંસલ મહેતા સાથે કામ કરશે પ્રતીક ગાંધી, નવી ફિલ્મનું થયું એલાન
બિગ બોસમાં ફરી શમિતા નિશાંતને જોઇ ભડકી હતી તેણે કહ્યુ અહી પણ તે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. હાલ તો પોર્નોગ્રાફી કેસને લઇને ચર્ચામાં આવેલી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથે શમિતા શેટ્ટી પર સવાલો થઇ રહ્યા છે. પહેલા દિવસથી શમિતા શેટ્ટી બિગ બોસના મંચ પર જોઇને દર્શક ચોંકી ગયા હતા.
મંચ પર આવતાજ શમિતાએ કહ્યુ કે હાલ હુ આ શોમાં આવવા માંગતી જ નહોતી પણ મે રિયાલિટી શો બિગ બોસ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો આથી મારે આ શોમાં આવવુ પડે તેવુ હતુ. કરણ જૌહરે પણ શમિતાની આ વાતની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : અભિનેતા પ્રકાશ રાજ ઈજાગ્રસ્ત, સર્જરી માટે પહોંચ્યા હૈદરાબાદ
શમિતા શેટ્ટીએ તેના બનેવી રાજ કુંદ્રાના વિવાદો વચ્ચે બિગ બોસ ઓટીટીના ઘરમાં પ્રવેશ કર્યો હતો, જેની મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. બીજી તરફ, શમિતાની બહેન શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા પર પણ લખનઉમાં પ્રોપર્ટી કેસમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
બિગ બોસના પ્રીમિયર એપિસોડ દરમિયાન, શમિતાએ હોસ્ટ કરણ જોહરને કહ્યું કે તેણીનો પરિવાર વિવાદમાં આવે તે પહેલા તેણે રિયાલિટી શો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેને લાગ્યું કે ઘરની અંદર જવાનો આ યોગ્ય સમય નથી પરંતુ પ્રતિબદ્ધતા પહેલાથી જ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ફરહાન અખ્તરે કર્યું નવી ફિલ્મનું એલાન, રોડ ટ્રીપ પર નીકળશે આલિયા-પ્રિયંકા અને કેટરિના
શોની વાત કરીએ તો, બિગ બોસ OTT ને Voot પર બતાવવામાં આવી રહ્યું છે. જેને પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર હોસ્ટ કરી રહ્યા છે. તે છ અઠવાડિયા પછી કલર્સ ટીવી પર બતાવવામાં આવશે, જે દરમિયાન સલમાન ખાન શોના હોસ્ટ હશે.
આ પણ વાંચો :નીરજ ચોપરાને અભિનંદન પાઠવવામાં ભૂલ કરી બેઠા અમિતાભ બચ્ચન, આ રીતે સુધારી