Shane Warne Death/ શેન વોર્નનું પાર્થિવ દેહ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઓસ્ટ્રેલિયા રવાના, MCG ખાતે અંતિમ વિદાય

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને સ્પિન જાદુગર શેન વોર્નનું ગયા અઠવાડિયે થાઈલેન્ડમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

Top Stories Sports
8 11 શેન વોર્નનું પાર્થિવ દેહ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઓસ્ટ્રેલિયા રવાના, MCG ખાતે અંતિમ વિદાય

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને સ્પિન જાદુગર શેન વોર્નનું ગયા અઠવાડિયે થાઈલેન્ડમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ 52 વર્ષના હતા. ગુરુવારે (10 માર્ચ) તેમના મૃતદેહને થાઈલેન્ડથી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યો છે.થાઈલેન્ડ એરપોર્ટના અધિકારીએ આ માહિતી આપી છે. તેમના કહેવા પ્રમાણે, શેન વોર્નના મૃતદેહને ખાનગી વિમાનમાંથી મોકલવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર, ચાર્ટર્ડ પ્લેન ગુરુવારે સવારે 6.54 કલાકે વોર્નના મૃતદેહને લઈને રવાના થયું છે.

શેન વોર્નને 30 માર્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે જાહેર વિદાય આપવામાં આવશે. આ મેદાન વોર્નની કારકિર્દીની કેટલીક શાનદાર ક્ષણોનું સાક્ષી રહ્યું છે. વિક્ટોરિયા રાજ્યના વડા પ્રધાન ડેનિયલ એન્ડ્રુઝે બુધવારે પુષ્ટિ કરી હતી કે વોર્નના સન્માનમાં MCG ખાતે રાજ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

પોસ્ટમોર્ટમથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે શેન વોર્નનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. તેના પર શંકા કરવાનું કોઈ કારણ નથી. વોર્નનું શુક્રવારે થાઈલેન્ડના કોહ સમુઈ ટાપુમાં અવસાન થયા બાદ તેના મૃતદેહને રવિવારે સુરત થાની ખાતે લઈ જવામાં આવ્યો હતો.સુરત થાનીથી તેનો પાર્થિવ દેહ રવિવારે રાત્રે રાજધાની બેંગકોક પહોંચ્યો હતો. અહીંથી તેને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યો હતો.

શેન વોર્નના પરિવારે જાહેરાત કરી હતી કે તે પહેલા અંગત રીતે અંતિમ સંસ્કાર કરશે. એન્ડ્રુઝે બુધવારે ટ્વીટ કર્યું, ‘વર્ની (શેન વોર્ન)ને MCG કરતાં વિદાય આપવા માટે વિશ્વમાં ક્યાંય સારી જગ્યા હોઈ શકે નહીં. વોર્ને MCG ખાતે 1994 એશિઝમાં હેટ્રિક નોંધાવી હતી અને 2006માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણીની બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન તે જ મેદાન પર તેની 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી. વોર્નનો જન્મ મેલબોર્નમાં થયો હતો અને અહીં જ મોટો થયો હતો.