Video/ તુનિષા શર્માની યાદમાં શિજાન ખાને કરી આવી પોસ્ટ, દિલની વેદના આવી સામે

આ વીડિયો સાથે શિજાને પોતાના દિલની પીડા પણ વ્યક્ત કરી છે. તેણે વીડિયો સાથે એક ઈમોશનલ લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે,

Trending Entertainment
તુનિષા

‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’ અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુના સમાચાર તેના ચાહકો અને મિત્રો માટે ખુબ જ દુખદ હતા. અભિનેત્રીએ 24 ડિસેમ્બર 2022ના રોજ શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. 20 વર્ષની નાની ઉંમરમાં અભિનેત્રીએ આવું પગલું ભરીને બધાને હચમચાવી દીધા હતા. તુનિષાના મૃત્યુ પછી, તેના પૂર્વ બોયફ્રેન્ડ શિજાન પર તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ તે થોડા દિવસો સુધી કસ્ટડીમાં રહ્યો હતો. હવે શિજાને સોશિયલ મીડિયા પર તુનિષા માટે ઈમોશનલ નોટ લખી છે.

શિજાન ખાને તુનિષા સાથે વિતાવી હતી યાદગાર પળો

શિજાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તુનિષા સાથેની યાદગાર પળોનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તુનિષા અને શિજાન મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને વચ્ચે કેટલી સારી કેમેસ્ટ્રી હતી. તુનિષા અને શિજાન એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. જુઓ આ વીડિયો…

આ વીડિયો સાથે શિજાને પણ પોતાના દિલની પીડા વ્યક્ત કરી છે. તેણે વીડિયો સાથે એક ઈમોશનલ લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે,

“एक परी उतरी फलक से शफ़क़ की लाली लिए

कहकशा ज़ैसी उसकी आँखें ग़ज़ब की अदाएं लिए,
खुदको देखा भी नहीं खुदको पहचाना भी नहीं
तकब्बुर होता हैं क्या यह उसने जाना ही नहीं
हवा की तरहा आयी वोह पर हवा कही ठहरती नहीं.
क्या तूफ़ान थे उसने सीने में दबाए यह बात वोह किसी से कहती नहीं
थम गया तूफ़ान अचानक अजब सी खामोशी छायी है
बिखरे कुछ टुकड़ों में हमने सिर्फ़ उदासी पायी है
दिल अचानक से है भारी आँखें भी भर आईं है
उसके हमारे दरमियान अब सदियो की तन्हाई है
शफ़क़ को लाली देके वापिस फलक पे वह यूँ चली गई
कहकशा में घर बनाया उसने और वही पर रह गई –  શિજાન ખાને તેની વાત પૂરી કરતા લખ્યું, “મારી અને માત્ર મારી ટુન્ની.

 

View this post on Instagram

 

A post shared by Sheezan M Khan (@sheezan9)

વીડિયોમાં શું છે

આ વીડિયોમાં બંનેની શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો છે. આ સાથે, આપણે બંને વચ્ચેની મજાની પળો પણ જોઈ શકીએ છીએ. તુનિષા એક તોફાની છોકરી જેવી દેખાઈ રહી છે. જણાવી દઈએ કે બંનેની મુલાકાત શૂટિંગ દરમિયાન જ થઈ હતી, ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા હતા.

આ પણ વાંચો:સલમાન ખાન માટે વધુ એક મુશ્કેલી? પત્રકાર સાથે મારપીટ કેસમાં આ તારીખે આવશે નિર્ણય

આ પણ વાંચો:અભિનેત્રી નીલુ કોહલીના પતિનું નિધન, બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા હરમિન્દર સિંહ

આ પણ વાંચો:અભિનેત્રી પૂજા ભટ્ટને થયો કોરોના, લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ

આ પણ વાંચો:ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષે નિધન, અનેક સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:અજય દેવગનના કારણે ‘નાટુ નાટુ’ને મળ્યો ઓસ્કાર, ‘ભોલા’ અભિનેતાએ કહ્યું- જો હું એ ગીતમાં…’