સિદ્ધાર્થ શુક્લનો પાર્થિવ દેહ સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો છે. થોડા સમય બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સિદ્ધાર્થનાં ચાહકો સાથે, સ્મશાનગૃહમાં તેમની સાથે કામ કરતા સાથી કલાકારોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમના મિત્રોમાં આસીમ રિયાઝ, અર્જુન બિજલાની, રાહુલ મહાજન જેવા સ્ટાર્સ સ્મશાનગૃહમાં પહોંચ્યા છે.
આ પણ વાંચો – Political / ટ્રેનમાં Underwear પહેરીને ફરતા MLA ની પ્રતિક્રિયા- હુ જ હતો, કોઇ મને ફાંસી પર ચઢાવી દેશે
આ સાથે શહનાઝ ગિલ પણ સ્મશાનગૃહ પહોંચી ગયા છે. પોલીસે સ્મશાનની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધી છે. સિદ્ધાર્થ શુક્લ દેશભરમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે. લોકો હજી પણ માનતા નથી કે તેમના પ્રિય કલાકાર હવે તેમની વચ્ચે નથી. આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરનાં રોજ હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તે 40 વર્ષનાં હતા. બિગ બોસ વિજેતા અને ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કાર આજે બપોરે થવાની સંભાવનાઓ છે. અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધાર્થ શુક્લનો મૃતદેહ સૌથી પહેલા બ્રહ્માકુમારી આશ્રમ લઈ જવામાં આવશે. જે બાદ તેમને ઓશિવારામાં તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. ઘરે શાંતિ પાઠ પણ હશે અને તેમના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
આ પણ વાંચો – નારાજગી / અમેરિકાના રાષ્ટ્રપતિના અફઘાનિસ્તાન છોડવાના નિર્ણય મામલે દેશમાં ભારે નારાજગી , બિડેનની એપ્રુવલ રેટિંગમાં ઘટાડો
હોસ્પિટલ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થ શુક્લાને 2 સપ્ટેમ્બરનાં રોજ સવારે 10.30 વાગ્યે તેમનો પરિવાર કૂપર હોસ્પિટલમાં લાવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે તેમનુ પહેલાથી જ મોત થઇ ગયુ હતુ. તેમણે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. લાંબા સમયથી ચાલતા ટીવી શો ‘બાલિકા વધૂ’માં સિદ્ધાર્થ શુક્લાએ પોતાની ભૂમિકા સાથે જબરદસ્ત ઓળખ પ્રસ્થાપિત કરી હતી. તે 40 વર્ષનાં હતા. તેમના પરિવારમાં તેમની માતા અને બે બહેનો છે. જે આજે પણ તે વાત માની રહી નથી કે આજે તેમનો ભાઇ આ દુનિયામાં નથી.
ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બર 1980 નાં રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. મોડેલિંગનાં દિવસોમાં તેમણે તેમના પિતાનો સાથ ગુમાવ્યો હતો. બાદમાં વર્ષ 2008 માં સિદ્ધાર્થ શુક્લાએ ટીવી સિરિયલ ‘બાબુલ કા અંગના છૂટે ના’ માં કામ કર્યું. સિદ્ધાર્થ શુક્લા લાંબા સમયથી ચાલતા ટીવી શો બાલિકા વધુમાં તેમની ભૂમિકા માટે જાણીતા થયા હતા. તેમણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે પણ કામ કર્યું હતું.