ભારતની રાજધાની દિલ્લીમાં આયોજિત ઈન્ડિયા બાંગલાદેશ બિઝનેશ ફોર્મ માં હાજરી આપતા શેખ હસીને કહ્યું હતું કે, ખબર નહીં પણ કેમ અચાનક જ ડુંગળીની નિર્યાત બંધ કરી દીધી છે, થોડું પહેલા જાણ કરી હોટ તો સારું હતું. હસીના ની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા જ હસી પડ્યા હતા. બિઝનેશ ફોર્મ મંચ પરથી હસીને કહ્યું કે ડુંગળીને લઈને અત્યારે થોડી તકલીફ ઊભી થઈ છે. મને ખબર નથી કે તમે કેમ ડુંગળી પર પ્રતિબંધ મૂક્યો છે. મે રસોઈયાને પણ જાણ કરી છે કે આજ થી મારી રસોઈમાં ડુંગળીનો વપરાશ બંધ કરે.
ડુંગળી માત્ર ભારત જ નહીં પણ બંગલાસદેશના વડાપ્રધાન ને પણ રડાવી રહી છે. પોતાની ચાર દિવસની યાત્રા પર ભારત આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીને ડુંગળી અંગે મોદી સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શેખ હસીના એ શનિવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવા અંગે મંત્રણા કરશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ડુંગળીની વધેલી કિમતોને ધ્યાને રાખીને ભારત સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.