પંજાબ કિંગ્સના બેટ્સમેન શિખર ધવને IPL 2022માં સારો દેખાવ કર્યો હતો. તેણે આ સિઝનમાં 460 રન બનાવ્યા છે. જોકે તેની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. પંજાબ લીગની મેચ સમાપ્ત થયા બાદ મયંક અગ્રવાલની કેપ્ટન્સીવાળી ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. ધવને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. ધવને કહ્યું કે જ્યારે ટીમ પ્લેઓફમાં ન પહોંચી તો તેના પિતા ગુસ્સે થઈ ગયા અને તેને માર માર્યો.
ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર ફની વીડિયો અને ફોટા પણ શેર કરે છે. આ સીરિઝને આગળ વધારતા તેણે એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તેના પિતા તેને માર મારતા જોવા મળી રહ્યા છે. ધવનનો આ વીડિયો જોઈને તમે ભાગ્યે જ હસવાનું રોકી શકશો. ધવને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “નોક આઉટ માટે ક્વોલિફાય ન થવા બદલ મારા પિતા દ્વારા નોક આઉટ”.
ધવનના આ વીડિયોને થોડા જ સમયમાં લગભગ 4 લાખ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર ફેન્સની સાથે સાથે ક્રિકેટરોએ પણ પ્રતિક્રિયા આપી છે. સ્પોર્ટ્સ એન્કર ગૌરવ કપૂરે લખ્યું, “ફુલ ફેમિલી ડ્રામા.” પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે લખ્યું, “બાપુ તેરે સે ભી ઉપર કા એક્ટર નિકલે કયા બાત હૈ… ઇરફાન પઠાણે પણ કોમેન્ટ કરી છે.