ફિલ્મ અભીનેત્રીરેખા માટે કેહવાય છે કે ઉમર એ માત્ર આંકડા જ છે. વધતી ઉમર તેની સુંદરતામાં કોઈ ફર્ક નથી પડ્યો. જેમ ઉમર વધતી જાય છે તેમ રેખાની સુંદરતા પણ સાથે વધીરહી છે. આવી જ અન્ય કેટલીક અભિનેત્રીઓ છે જેમના વિષે આજે આપને જણાવી શું. કે જેને માટે વધતી ઉમર એ માત્ર અંક સિવાય કઈ નથી. વધતી ઉમર સાથે તેમ્નીસુન્દ્ર વધુ નીખરી રહી છે.
અમીષા પટેલ –
તેની મોહક અદાઓ જોઇને તેની ઉંમર નક્કી કરવી મુશ્કેલ છે. કહો ના પ્યાર હૈ માં જે માસુમિયત દેખાઈ રહી હતી, તે આજે પણ અમીષાના ચહેરા પર જોવા મળે છે. ખાસ વાત એ છે કે 44 ને વટાવી ગયા પછી પણ અમિષાએ આજ સુધી લગ્ન કર્યા નથી.
શિલ્પા શેટ્ટી –
હવે બાઝીગર ગર્લની સુંદરતા વિશે શું કહેવું. એટલી સુંદર છે કે તેને જોઇને તો ફૂલ પણ એકવાર શરમ થી પાણી પાણી થઇ જાય. દિવસે ને દિવસે લોકોની ઉંમર વધતી જાય છે. શિલ્પા શેટ્ટીને જોઈ કોઈ એમ કહી શકે કે મોહતરમા 45 વર્ષનો છે.
ઐશ્વર્યા રાય-
હવે આ વિશ્વ સુંદરી વિષે શું કહેવું. 9 વર્ષની પુત્રીની માતા પણ છે, પરંતુ તે પહેલાની જેમ હજી પણ સુંદર છે. શું તમે જાણો છો કે ઐશ્વર્યાની ઉંમર 50 વર્ષ થવા માટે ફક્ત 3 જ વર્ષ બાકી છે, પરંતુ તેને જોઈ તેની ઉમર પર વિશ્વાસ જ નથી થતો.
નંદના સેન-
અભિનેત્રી નંદના સેનને જોઇને તેની ઉંમર જાણી શકાય નહીં. બંગાળી સિનેમા સાથે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી નંદના પણ 53 વર્ષની છે હાલમાં તે એટલી જ યુવાન લાગે છે.
મલાઇકા અરોરા –
ભલે તે ગમે તેટલી ટ્રોલ થાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે મલાઇકાએ તેની ફિટનેસ યુક્તિઓ દ્વારા તેની ઉંમર પણ કેદ રાખી છે. તેથી જ 47 વર્ષિય મલાઇકા હજી 30 વર્ષની લાગે છે અને તેના પ્રશંસકોની કોઈ કમી નથી.
સુષ્મિતા સેન-
તાજેતરની આર્ય વેબ સિરીઝમાં સુસ્મિતા જે રીતે સ્ક્રીન પર પરત ફરી તે જોઈને કહી શકાય કે સુષ્મિતા આજે પણ એટલી જ સુંદર છે. સુષ્મિતા બે પુત્રીની માતા છે, તેણે બે પુત્રી દત્તક લીધી છે. પરંતુ લગ્ન હજી કર્યા નથી. સુષ્મિતા મોડેલ રોહમન શાઉલને ડેટ પણ કરી રહી છે.