Not Set/ શિવસેના-કોંગ્રેસના ગઠબંધનમાં તિરાડ..? રાઉતે કહ્યું – સાવરકરનું પુસ્તક વાંચે રાહુલ ગાંધી

દિલ્હીના રામલીલા મેદાનથી કોંગ્રેસે ભારત બચાવો રેલી દ્વારા કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ભારતમાં થયેલા બળાત્કાર’ અંગેના નિવેદનમાં માફી નહીં જ માંગે તેમનું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નહીં. શિવસેના આ નિવેદનથી શિવસેના ખૂબ નારાજ છે […]

Top Stories India
RAHUL RAAUT શિવસેના-કોંગ્રેસના ગઠબંધનમાં તિરાડ..? રાઉતે કહ્યું – સાવરકરનું પુસ્તક વાંચે રાહુલ ગાંધી

દિલ્હીના રામલીલા મેદાનથી કોંગ્રેસે ભારત બચાવો રેલી દ્વારા કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ભારતમાં થયેલા બળાત્કાર’ અંગેના નિવેદનમાં માફી નહીં જ માંગે તેમનું નામ રાહુલ ગાંધી છે, રાહુલ સાવરકર નહીં. શિવસેના આ નિવેદનથી શિવસેના ખૂબ નારાજ છે કારણ કે તે વિનાયક દામોદર સાવરકરને તેમનો હીરો માને છે. આ શિવસેના નાયકનું અપમાન છે જેના નામ પર પાર્ટી વર્ષોથી રાજકારણ કરે છે.

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના મહા વિકાસ આગાડી ગઠબંધનની પાર્ટી છે. માફીને લઈને રાહુલે સાવરકરનું નામ લીધું કારણ કે અંદમાન સેલ્યુલર જેલમાં કેદ કરાયેલા હિન્દુવાદી નેતાએ 14 નવેમ્બર 1913 ના રોજ બ્રિટિશ સરકારને માફી માંગતો પત્ર લખ્યો હતો.  ભારતમાં બળાત્કારની માફી માંગવા અંગે ભાજપે કહ્યું હતું કે તેમનું નામ સાવરકર નહીં પણ ગાંધી છે. મરી જશે પણ ક્યારેય માફી માંગશે નહીં.

આ સાથે જ શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે રાહુલનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. હું મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓને વિનંતી કરું છું કે સાવરકરના બલિદાનને સમજવા માટે રાહુલને તેમની કેટલીક પુસ્તકો ભેટ કરો. તેમણે કહ્યું, ‘અમે પંડિત નહેરુ, મહાત્મા ગાંધી ને પણ માનીએ છીએ. તમે પણ વીર સાવરકરનું અપમાન ન કરો. જે સમજે છે તે સમજી ગયા છે. જય હિન્દ. આજે પણ સાવરકર દેશનો હીરો છે અને આગળ રહેશે, તેનો  આપણા દેશનો ગર્વ છે.’

નવાબ મલિકે રાઉત પર હુમલો કર્યો

શિવસેનાના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીને વીર સાવરકરનાં પુસ્તકો વાંચવાની સલાહ આપી. જેના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવાબ મલિકે ઇશારાથી તેમના પર પ્રહાર કર્યા છે. મલિકે રાઉતને ટેગ કર્યા અને લખ્યું કે,

‘सितारों के आगे जहां और भी हैं,

अभी इश्क के इम्तिहां और भी हैं- इकबाल’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.