Rajasthan News: રાજસ્થાનના કરૌલી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 10 વર્ષની મૂક-બધિર બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં આગ લગાવવામાં આવી હતી. પરંતુ આગ તેના આખા શરીરમાં ફેલાઈ ગઈ હતી અને તેના પરિવારજનોએ તેણીને દાઝી ગયેલી હાલતમાં શોધી કાઢી હતી. 10 દિવસ સુધી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી પરંતુ અંતે તેનું મોત નીપજ્યું. પરંતુ હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર પીડિતા કરૌલીમાં તેના પરિવાર સાથે ભાડે રહેતી હતી. જ્યાં 11મી મેના રોજ પરિવારને માસુમ બાળકી સળગેલી હાલતમાં રસ્તા પરથી મળી આવી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે જયપુર લાવવામાં આવી હતી. હવે તેનું 10 દિવસ પછી અહીં મોત થયું છે.
પિતાએ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે અને હવે પોલીસે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરી છે. જેના કારણે તપાસ ચાલુ છે. આ ઘટના બાદ લોકો હવે સોશિયલ મીડિયા પર પીડિતા માટે ન્યાયની માગ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે 2 દિવસ પહેલા આવા જ એક કેસમાં પોલીસે ભીલવાડા ભટ્ટી ઘટનાના બે આરોપી કાલુ અને કાન્હાને ફાંસીની સજા સંભળાવી છે. હવે જોવાનું એ રહે છે કે આ કેસમાં પોલીસ ક્યારે ચાર્જશીટ રજૂ કરશે.
આ પણ વાંચો:PM મોદીની રેલી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, ભોજપુરી સ્ટાર પવન સિંહની કરી હકાલપટ્ટી
આ પણ વાંચો:પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે કલમ 370 સામેની તમામ અરજીઓ ફગાવી દીધી