Rajkot News : રાજ્યમાં વધતા અપકૃત્યના બનાવો સામે રાજ્યની પોલીસ ઉંઘતી જોવા મળી રહી છે. રાજકોટમાં બનાવ અંગે પેડક રોડ પર રહેતાં મૂળ મહારાષ્ટ્રના વતની મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શ્રીનિવાસ ચંદર યમગર (રહે. નવનાથ રિફાઈનરીના ઉપરના માળે, પેડક રોડ)નું નામ આપતાં B ડિવિઝન પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેઓ ચાંદીની ભઠ્ઠી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરીવારમાં પત્ની અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમની દસ વર્ષીય પુત્રી છઠા ધોરણમાં અભ્યાસ કરે છે.
અપકૃત્ય આચરનાર આરોપી શ્રી નિવાસ પણ મહારાષ્ટ્રનો હોવાથી તેની સાથે 15 વર્ષથી સબંધ છે. તેની સગાઈ થઈ ગઈ હોવાથી તે છેલ્લા ત્રણ મહિનાથી દર રવિવારે ફરિયાદીના ઘરે મંગેતર સાથે વાત કરવા આવતો હતો. દરમિયાન ગયાં રવિવારે તેમની પુત્રીને પાણી આપવા માટે બોલાવ્યા બાદ ગઈકાલે તેમની પુત્રીએ પેટમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરતાં, તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે બાદ તેણીએ આપવીતી વર્ણવતા માતા-પિતા નીચેથી જમીન સરકી ગઈ હતી.
દિકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આરોપી તેને પાણી આપવા માટે બોલાવ્યા બાદ તેના મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવી તેમના ગુપ્ત ભાગમાં આંગળી નાંખી અડપલાં કરતો હતો. જે બાદ તેઓ પોલીસ મથકે દોડી ગયાં હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી PI એસ.એમ.રાણેએ તપાસ હાથ ધરી હતી. ફુલ જેવી દિકરીને ગુપ્ત ભાગે ઈજા થવાથી દુ:ખાવો ઉપડતા સારવારમાં ખસેડવી પડી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં માતા અને પુત્રી સાથે કરાયા શારીરિક અડપલાં
આ પણ વાંચો: બોટાદના રાણપુરમાં સગીરા સાથે અડપલાનો બનાવ
આ પણ વાંચો: માંડવીમાં આશ્રમશાળામાં આચાર્યએ વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ