Ahmedabad News : બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો:મર્ડર સમયે વિરેન્દ્રસિંહ સાથે અન્ય પોલીસકર્મી ગાડીમાં હતો, રસ્તામાં છરી ફેંકી, ઘરે ગાડી મૂકી, પહેલા ટ્રાવેલ્સ પછી બે ગાડી બદલી પંજાબ પહોંચ્યોઅમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરનારો પોલીસ કર્મચારી જ હોવાનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘટનાના 48 કલાકમાં આરોપી પોલીસ કૉન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ કરી લીધી છે. જો કે આરોપી વિરેન્દ્રસિંહની કાર આસપાસ ઘણાં રહસ્યો ગૂંથાયેલા છે અને હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે.
વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. તે સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે ગાડી બદલી પંજાબ સુધી પહોંચ્યો હતો. જ્યારે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાવરું જગ્યાએ નાખી પોતાના ઘર પાસે ગાડી પાર્ક કરી ભાગી છૂટ્યો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે. ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડી.કે અંગે પણ તપાસ ચાલુ છે. આ દિનેશે વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે.
આ હત્યા કેસમાં પોલીસે માત્ર 48 કલાકમાં પોતાના જ વિભાગના આરોપી કર્મચારીને મોબાઈલ ટાવર અને કોલ લોકેશનના આધારે પંજાબથી ઝડપી પાડ્યો હતો. મર્ડર બાદ પોલીસ દ્વારા મિત્રના સ્ટેટમેન્ટના આધારે બ્લેક કલરની ગાડી પર પહેલું ધ્યાન હતું. પહેલા તબક્કામાં કાળા કલરની ત્રણ કાર ધ્યાન આવી હતી. જેમાં બે ક્રેટા અને એક હેરિયર ગાડી હતી. બે ક્રેટાની તપાસ કરતા તેમાં કંઇ શંકાસ્પદ મળ્યું નહીંહવે પોલીસ સામે એક હેરિયર કાર શંકાના ઘેરામાં હતી. આ ગાડી ઉત્તર દિશામાં ગઇ હતી. તેની તપાસ શરૂ કરી. આ સાથે જ પોલીસે આ વિસ્તારમાં મર્ડરના સમયના 4થી 5 કલાકના એક્ટિવ મોબાઇલ નંબરનો ડેટા એકઠાં કર્યો. પોલીસને અંદાજ હતો કે મર્ડર કર્યા બાદ હત્યારો શહેરમાં રહેશે નહીં. તેથી પોલીસે ત્યારબાદ જૂના મોબાઇલના ડેટાને ફરી તપાસ કરાવી કે ક્યા નંબર શહેરની બહાર ગયા. તે દરમિયાન અમુક નંબરોની તપાસ કરાઇ. જેમાં સરખેજના પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ આવ્યું.
વિરેન્દ્રસિંહ પઢિયાર અગાઉ વિવાદિત પોલીસ કર્મચારી રહી ચૂક્યો છે તે સેટેલાઈટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો અને ત્યારબાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી. થોડા સમય પહેલા તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હાલ તે સીક લિવ પર હતો અને ઘરેથી હરિયાણા-પંજાબ ફરવા જાઉં છું તેમ કહીને ગયો હતો. હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરી રહ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે.જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્ત્વની કડી મળી અને એને આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા અને એ શંકાને આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા. જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતાં આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વિરેન્દ્રએ કયા સંજોગોમાં હત્યા કરી એ અમદાવાદ આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને અમદાવાદ જિલ્લા પોલીસને સોંપવામાં આવશે એવી પ્રક્રિયા હાથ ધરાશે હાલ તો આ સમગ્ર મામલાના તાર શોધવા માટે અમદાવાદ ક્રાઈમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.વર્ષ 2017માં વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ કોલ સેન્ટર કેસમાં આવ્યું હતું. બાવળા-સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તા. 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી SOGએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા, એક યુવતી તથા બે સગીર સહિત કુલ 13 શખસને ઝડપ્યા હતા અને કુલ રૂપિયા 6,99,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓ ઈન્ટરનેશનલ રેવન્યુ સર્વિસના નામે કોલ સેન્ટર દ્વારા કોમ્પ્યુટર તથા મેજીક જેક ડી.આઈ.ડી. સોફ્ટવેર દ્વારા યુ.એસ.માં વસતા નાગરિકોને ધાક-ધમકી આપી લીડ પ્રમાણેના ગ્રાહકોને ફેડરલ ઈન્કમટેક્ષ ભરવા માટે બીક બતાવી વોલમાર્ટ જેવા યુ.એસ.ના મોટા સ્ટોરમાંથી ટારગેટ કાર્ડ મારફતે પૈસા પડાવી છેતરપિંડી કરતા હતા.મૂળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કારચાલક સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો:સાયબર છેતરપિંડી કરનારાઓનો સામનો કરવા પોલીસ સજ્જ
આ પણ વાંચો:સાયબર છેતરપિંડીની વધુ એક ઘટના, એક જ ઝાટકે ગુમાવ્યા લાખ રૂપિયા
આ પણ વાંચો:સાયબર છેતરપિંડીની વધુ એક ઘટના, એક જ ઝાટકે ગુમાવ્યા લાખ રૂપિયા