Ahmedabad News/ શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5% વધીને ₹69 કરોડથી વધુ

Ahmedabad News : અમદાવાદ(Ahmedabad) માં શોપિંગની સાથે સેલિબ્રેશન: ફેઝ 1માં 20 લાખથી વધુ લોકોએ ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ની મુલાકાત લીધી. ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ 12 ઓક્ટોબર 2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી ચાલશે, 60થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 12 05T154104.523 શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5% વધીને ₹69 કરોડથી વધુ

Ahmedabad News : અમદાવાદ(Ahmedabad) ના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા, વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે 2019માં ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ નો પ્રારંભ કર્યો હતો. આના તર્જ પર 12 ઓક્ટોબર એટલે કે દશેરાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો શુભારંભ કરાવ્યો હતો.

આ ફેસ્ટિવલમાં વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો પણ ભાગ બનવાની તક મળી રહી છે. 14 જાન્યુઆરી, ઉત્તરાયણ સુધી એટલે કે કુલ 95 દિવસ સુધી ચાલનારા ફેસ્ટિવલને 12 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2024, 11 નવેમ્બરથી 13 ડિસેમ્બર 2024 અને 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2025 એમ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ લોકોએ ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ ની મુલાકાત લીધી હતી.

‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 14 હોટસ્પોટ્સ ખાતે યોજાઈ રહ્યો છે

આ ફેસ્ટિવલનું 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ- સિંધુ ભવન રોડ, CG રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદનગર રોડ અને અમદાવાદ (Ahmedabad) વન, પેલેડિયમ મોલ જેવા શોપિંગ મોલ્સ સહિત 14 હોટસ્પોટ્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Cricket Tutorials YouTube Thumbnail 2024 12 05T155203.449 શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5% વધીને ₹69 કરોડથી વધુ

ફેઝ 1માં 20 લાખથી વધુ લોકોએ ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ ની મુલાકાત લીધી

‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ 2024-25નો મુખ્ય ઉદ્દેશ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો, અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને ખરીદીના શોખીનો માટે અમદાવાદ(Ahmedabad) ને અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. શોપિંગ ફેસ્ટિવલમાં દૈનિક વસ્તુઓથી માંડીને દુર્લભ વસ્તુઓનું વેચાણ, વિવિધ સ્થળોએ લાઈટ ડેકોરેશન, સેલ્ફી પોઈન્ટ્સ, મ્યુઝિક ફેસ્ટિવલ, સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજીક શો, ફ્લી માર્કેટ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓના કારણે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. 12 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2024 સુધીના પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ લોકોએ ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ ની મુલાકાત લીધી હતી, જેમાં 7.5 લાખ લોકોએ શોપિંગ ઝોનમાં અને 3.6 લાખ અમદાવાદ (Ahmedabad) વન મોલમાં હાજરી આપી હતી.

Cricket Tutorials YouTube Thumbnail 2024 12 05T155432.285 શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, ઓક્ટોબરની આવક વાર્ષિક 20.5% વધીને ₹69 કરોડથી વધુ

‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ ના કારણે ઓક્ટોબર 2024માં વાર્ષિક વેચાણ 20.5% વધ્યું

‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ માં ખરીદદારોનો ઉત્સાહ વધારવા માટે તેઓ મહત્તમ ડિસ્કાઉન્ટ, લકી ડ્રૉ, કૂપન અને આકર્ષક ઇનામોનો લાભ લઈ શકે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે, વિવિધ દુકાનોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ ની લાઈટ્સ અને સજાવટના કારણે પણ લોકો ફેસ્ટિવલમાં ભાગ લેવા પ્રેરાયા છે. CG રોડ જેવા રોશનીવાળા વિસ્તારોમાં 30-40 દુકાનોના વેચાણમાં 12-15%નો વધારો થયો છે. ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ના કારણે ઑક્ટોબર 2024માં ₹69,904 કરોડનું વેચાણ જોવા મળ્યું હતું, જે ઑક્ટોબર 2023 કરતાં 20.5% વધારે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ

આ પણ વાંચો: 17 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે થશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન

આ પણ વાંચો: અમદાવાદ : શોપિંગ ફેસ્ટિવલમાં ડિસ્કાઉન્ટ મામલે થયેલા હોબાળા બાદ AMC દ્વારા કરાઈ આ સ્પષ્ટતા