કર્ણાટક/ શ્રી રામ સેનાના નેતાઓએ આપ્યું ભડકાઉ ભાષણ,’લવ જેહાદનો જવાબ લવ કેસરીથી આપે,બે નેતા પર FIR

રામનવમી નિમિત્તે શ્રી રામ સેનાના નેતાઓએ ખુલ્લામાં તલવારો લહેરાવીને ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતા

Top Stories India
10 13 શ્રી રામ સેનાના નેતાઓએ આપ્યું ભડકાઉ ભાષણ,'લવ જેહાદનો જવાબ લવ કેસરીથી આપે,બે નેતા પર FIR

કર્ણાટકના રાયચુર જિલ્લામાં લોકોને અન્ય સંપ્રદાય તરફ ઉશ્કેરવાનો મામલો સામે આવ્યો છે. અહીં રામનવમી નિમિત્તે શ્રી રામ સેનાના નેતાઓએ ખુલ્લામાં તલવારો લહેરાવીને ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી પોલીસે FIR નોંધી છે.

આરોપ છે કે રામ નવમીના અવસર પર આયોજિત કાર્યક્રમ દરમિયાન શ્રી રામ સેનાના કાર્યકર્તાઓએ યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે લવ જેહાદનો જવાબ હવે લવ કેસરીએ આપવો પડશે. આ વાત શ્રી રામ સેનાના નેતા રાજચંદ્ર રમણગૌડાએ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કે દક્ષિણપંથી સંગઠન લવ જેહાદને ધર્માંતરણનું ષડયંત્ર ગણાવે છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ લોકો હિંદુ મહિલાઓને પ્રેમની જાળમાં ફસાવી તેમનું ધર્મપરિવર્તન કરાવે છે અને પછી તેનો ઉપયોગ કરે છે.રાજચંદ્ર રમણગૌડાએ કહ્યું કે, હું આ પ્લેટફોર્મ પરથી તમામ યુવતીઓને સંદેશ આપી રહ્યો છું કે જો કોઈ મુસ્લિમ પુરુષ કોઈ હિંદુ મહિલાને હેરાન કરશે તો હું અહીં છું. અમારા ભાઈઓ અહીં છે. તેઓ અમારી પાસે આવે છે. અમે તલવારો માત્ર દેખાડો માટે નથી રાખતા. આપણા ધર્મ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આપણે જાણીએ છીએ. ધ્યાનમાં રાખો, જેઓ આપણા પર હુમલો કરે છે તેઓ શાંતિથી જીવી શકશે નહીં.
આ મામલામાં રાજચંદ્ર રમણગૌડા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર તોફાનો ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.