બનાસકાંઠામાં મોડી રાત્રથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદના કારણે પાલનપુર જતા હાઇવે ઉપર પાણી ભરાયા છે જેને લઈને હાઇવેનાં એકમાર્ગને બંધ કરી દેવાયો છે. જીલ્લાભરમાં 2થી લઇને 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધવામાં આવતા સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠામાં મોડી રાતથી જ મેઘમહેરનાં પગલે દાંતામાં 4 ઇંચ,અમીરગઢમાં 3 ઇંચ,પાલનપુરમાં 3 ઇંચ,વડગામમાં અઢી ઇંચ અને લાખણીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અન્ય તાલુકાઓમાં એકથી થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પાલનપુરમાં ભારે વરસાદ પડતાં અમદાવાદ -આબુરોડ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં હાઇવેના એક માર્ગને બંધ કરી દેવાયો છે. જેના કારણે ગુજરાત થી રાજસ્થાન તરફ આવાન જવાન કરતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
હાઇવે પર પાણી ભરાતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે ઉપર પંપ લગાવીને પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ છે જો કે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતાં લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો તંત્ર દ્વારા તમામ અધિકારીઓની રજા કૅન્સલ કરીને હેડક્વાર્ટર ન છોડવાનાં આદેશ કરાયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.