Gujarat News/ ગુજરાતમાં વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ દેખાશે ,કેટલાક જિલ્લામાં પડશે વરસાદ : અંબાલાલ પટેલ

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે

Top Stories Gujarat
Beginners guide to 2024 12 02T143312.151 ગુજરાતમાં વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ દેખાશે ,કેટલાક જિલ્લામાં પડશે વરસાદ : અંબાલાલ પટેલ

Gujarat News :  તમિલનાડુ અને પાંડીચેરીમાં ફેંગલ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. દરિયા કાંઠાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારનાં દ્રશ્યો સામે આવ્યા છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છના નલિયામાં 12 ડિગ્રી તો ડાંગ, ડીસા અને જામનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14 અને અમદાવાદમાં 15 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો પર મોટી આકાશી આફત આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ અઠવાડિયામાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.

ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે.

વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે.

જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે.જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. આગામી બે દિવસમાં ભયાનક ઠંડી શરૂ થઈ જશે. દેશના 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેશે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ રહેશે. જોકે, ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો: જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગતાં ભારે દોડધામ

આ પણ વાંચો: પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ