Covid 19/ દેશમાં કોરોનાના સક્રીય કેસમાં નોંધપાત્ર વધારો,એક જ દિવસમાં નવા 13 હજારથી વધુ કેસ

 ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે જે ચિંતાજનક બાબત છે. આજે પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 13 હજાર (13,313) થી વધુ નવા કેસ સામે આવ્યા છે

Top Stories India
6 34 દેશમાં કોરોનાના સક્રીય કેસમાં નોંધપાત્ર વધારો,એક જ દિવસમાં નવા 13 હજારથી વધુ કેસ

 ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે જે ચિંતાજનક બાબત છે. આજે પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 13 હજાર (13,313) થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ સંખ્યા બુધવાર કરતાં 8.7 ટકા વધુ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 38 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં, ભારતમાં કોવિડના 83 હજારથી વધુ દર્દીઓ (સક્રિય કેસ) છે.

જે પાંચ રાજ્યોમાં કોવિડની સ્થિતિ ચિંતાજનક છે તેમાં કેરળ (4,224), મહારાષ્ટ્ર (3,260), દિલ્હી (928), તમિલનાડુ (771) અને ઉત્તર પ્રદેશ (678)નો સમાવેશ થાય છે. કુલ નવા કેસોમાંથી 74.07 ટકા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે.  કુલ નવા કેસોમાં ફક્ત કેરળનો હિસ્સો 31.73 ટકા છે.

દેશમાં કોવિડમાંથી રિકવરી રેટ 98.6 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 10,972 દર્દીઓએ કોવિડને માત આપી છે. હાલમાં દેશમાં કોવિડના 83,990 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2,303 સક્રિય કેસ વધ્યા છે.કોવિડ રસી વિશે વાત કરીએ તો ગઈકાલે 14 લાખ (14,91,941) થી વધુ કોવિડ રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં 196 કરોડથી વધુ (1,96,62,11,973) કોવિડ રસી લગાવવામાં આવી છે. ગઈકાલે દેશમાં કોવિડના 3 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.