રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા મુજબ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,120 નવા કેસ નોંધાયા છે, તો 16 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
આ ઉપરાંત મૃત્યુઆંકની સંખ્યા 10 હજારની અંદર જોવા મળી છે જે ખરેખર રાહત દાયક ગણી શકાય. ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,906 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 3,398 દર્દીઓ સાજા થયાં છે.
આ સાથે જ અત્યાર સુધીમાં 7,82,374 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. રાજ્યમાં હાલ 412 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,110 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.