Gandhinagar News/ છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

ગુજરાતમાં મેઘમહેર અવિરત રહી છે. છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાને વરસાદે તરબોળ કર્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહૌલ જોવા મળ્યો છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાતમાં મેઘમહેર અવિરત રહી છે. છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાને વરસાદે તરબોળ કર્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહૌલ જોવા મળ્યો છે. રાજ્યમાં વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યના 29 તાલુકામાં સવારે 6થી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા છે. આમાં દાંતામાં 8 મી.મી., ડેડિયાપાડામાં 7, વઘાઈમાં 7 ગણદેવીમાં 7, મુન્દ્રામાં 4 અને ધોરાજીમાં 4 મી.મી. વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની નવી આગાહી કરી છે. 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આગામી તારીખ 2થી 4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડશે. બીજી ઓગસ્ટે ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. 3 અને 4 ઓગસ્ટે નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદ વરસશે. નવસારી, વલસાડ, તાપીમાં અતિભારે વરસાદ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની અસર ઓછી થતાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી ઓગસ્ટથી ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને 2 થી 4 ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે. 30 થી 40 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફંકાવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જોઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જોઈએ તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત