Not Set/ શનિના ગ્રહ પર જીવન હોવાના મળ્યાં સંકેત

નવી દિલ્હી, શનિ ગ્રહના ચંદ્રમાં ઈંસેલેડસ પર જીવનની શક્યતાઓના સંકેત મળ્યા છે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે ઈંસેલેડસની બરફની સપાટી પર પ્રાપ્ત થયેલ તિરાડોમાં કાર્બનિક અણુઓની હાજરી નોંધાઈ છે. આ અણુઓની હાજરીથી શનિના ઉપગ્રહ પર જીવનની શક્યતાઓને વેગ મળ્યો છે. આ સંશોધન માટે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના કૈસિની યાન દ્વારા મેળવવામાં આવેલ ડેટાના અભ્યાસ કરાયો હતો. […]

Uncategorized
102221008 gettyimages 615300130 શનિના ગ્રહ પર જીવન હોવાના મળ્યાં સંકેત

નવી દિલ્હી,

શનિ ગ્રહના ચંદ્રમાં ઈંસેલેડસ પર જીવનની શક્યતાઓના સંકેત મળ્યા છે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે ઈંસેલેડસની બરફની સપાટી પર પ્રાપ્ત થયેલ તિરાડોમાં કાર્બનિક અણુઓની હાજરી નોંધાઈ છે. આ અણુઓની હાજરીથી શનિના ઉપગ્રહ પર જીવનની શક્યતાઓને વેગ મળ્યો છે.

આ સંશોધન માટે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના કૈસિની યાન દ્વારા મેળવવામાં આવેલ ડેટાના અભ્યાસ કરાયો હતો. સંશોધન મુજબ જટીલ અણુઓનુ નિર્માણ ઉપગ્રહના ત્યાં રહેલા મહાસાગરના ગરમ પાણી વચ્ચે થયેલ રાસાયણિક પ્રક્રિયાના ફળ સ્વરુપે થયુ હતું.

મહત્વનુ છે કે, શનિ ગ્રહની જાણકારી મેળવવા માટે નાસાની સાથે-સાથે ઈટાલી અને યુરોપની એજન્સીએ ભાગીદારીમાં કેસીની લોન્ચ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૭માં આ યાનનુ મિશન સમાપ્ત થઈ ગયુ. અમેરિકાની સાઉથ વેસ્ટ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ અંગે ક્રિસ્ટોફર ગ્લેને જણાવ્યુ હતું કે, ઈન્સેલેડસે અમને એકવાર ફરી ચોંકાવી દીધા છે. પહેલા ત્યાં કેટલાક કાર્બન પરમાણુવાળા ઓર્ગેનિક અણુઓની ઓળખ થઈ હતી. આ વખતે જે અણુઓની શોધ થઈ તે મિથેનથી દસ ઘણી ભારે છે. પાણીથી નીકળતા અણુ મળવાથી તે ઉપગ્રહ પૃથ્વી પછી પણ જીવન શક્ય હોવાની તમામ પાયાની જરુરીયાતોને સંતુષ્ટ કરનાર પહેલુ ખગોળીય પિંડ છે.

૨૦૧૫માં ઈન્સેલેડર્સ પાસેથી પસાર થનાર કેસીનીએ હાઈડ્રોજનના અણુની ઓળખ કરી હતી. આ પહેલા ત્યાંના ઉપરની સપાટીમાં મહાસાગર હોવાના પુરાવા પણ મળ્યા હતા.