રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે નવો તપાસનો રિપોર્ટ આવી ગયો છે.એક સાથે 6 દર્દીઓને આગમાં ભુંજી નાખનાર શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ કેસ મામલે સરકારી તપાસ બાદ હોસ્પિટલના માલિકોને ક્લીનચિટ આપવામાં આવી છે. તેમજ હોસ્પિટલના માલિકો નિર્દોષ હોવાનું અને વેન્ટિલેટર જેવા સાધનોમાં ખામી આવી ગઈ હોવાના કારણે આ બનાવ સર્જાયો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. શુક્રવારે સાંજે આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો અધિક સચિવ કક્ષાના અધિકારી એ.કે.રાકેશે આ અહેવાલમાં હોસ્પિટલના સંચાલકોની કોઈ જ ભૂમિકા ન હોવાનું જણાવ્યું હતું.રાજ્ય સરકારના અધિકૃત સૂત્રોએ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વેન્ટિલેટરની બનાવટમાં ખામી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ વેન્ટિલેટર સતત ચાલુ રહેતું હોય હિટવેવના કારણે આ ઘટના ઘટી હોવાનું તપાસ રિપોર્ટ અંતર્ગત જણાવવામાં આવ્યું છે અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારીઓએ સ્થળ પર જઇ જે બેડ પાસે ઘટના બની હતી જઈ અને તપાસ ધરીને જગ્યાનું પણ નિરીક્ષણ કર્યું હતું.
VIRODH / માંગ નહીં સંતોષાય તો 19મીથી ઉપવાસ પર ઉતરવા માટે ખેડૂતોની ચીમ…
આ રિપોર્ટની અંદર શું લખવામાં આવ્યું છે તે અંગે સુત્રો પાસેથી વધુમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના જે વોર્ડમાં આગ લાગી હતી તેમજ અન્ય વોર્ડમાં ધમણ અને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ હતા. તેમજ ઘટનાના તારણ અંતર્ગત એકે રાકેશે એવું લખ્યું છે કે એફ.એસ.એલ.ના આખરી અહેવાલના સુચનો હોસ્પિટલ દ્વારા ધ્યાનમાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી આગની ઘટના ન બને તે માટેનું કાયમી નિરાકરણ આવે તે પ્રકારની ટેકનોલોજીનો વિકાસ કરી અને તેનો અમલ કરવાની જરૂર જણાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા રાકેશ સિવાયના અન્ય સાત પ્રકારની એજન્સીઓને પણ શિવાનંદ હોસ્પિટલ અગ્નિ કાંડની તપાસ સોંપવામાં આવી હતી.જેમાંથી એફએસએલ અને ભૂતપૂર્વ હાઈકોર્ટ જસ્ટિસ મહેતાનો અહેવાલ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જેની તપાસનો રિપોર્ટ હજી એક અઠવાડિયા પછી આવશે ત્યારબાદ વધારે જાણવા મળશે.
Corona vaccination / પ્રથમ તબક્કામાં 30 કરોડ વેક્સિનેશન, કેન્દ્ર એ જાહેર કરી SOP,…
આપેલા ઓગસ્ટ મહિનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હતી અને મુખ્યમંત્રી અધિકારીઓ સહિતનાની તપાસના આદેશ આપ્યા હતા આ તપાસ અહેવાલમાં પૂર્વ ગૃહ સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ સચિવ મુકેશ પુરી એ હોસ્પિટલ સંચાલકોને આપતો જવાબ તૈયાર કર્યો હતો અને તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આગ નિયંત્રણના સાધનો યથાયોગ્ય અને પૂરતા પ્રમાણમાં હોસ્પિટલની જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ હતા.
good news / યે દોસ્તી હમ નહીં તોડેંગે : ગુજરાત કેડરના બે બેચમેટ આઇએએસ ઓફ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…