- અરવલ્લી જિલ્લામાં ઉનાળાના પ્રારંભે તળાવોના તળિયા દેખાયા
- જિલ્લામાં 529 તળાવો પૈકી મોટાભાગના તળાવો ખાલી
- જિલ્લાના ડેમો માંથી પણ નવી કેનાલો નહિ બનતા સિંચાઈના લાભથી ખેડૂતો વંચિત
- હાલ જિલ્લાના ડેમો માંથી માત્ર 10 હજાર હેક્ટર જમીનને પિયતનો મળી રહ્યો છે લાભ
- જિલ્લમાં વાવેતર વિસ્તાર 2 લાખ હેક્ટર પૈકી માત્ર 10 હાજર હેક્ટર જમીનને પિયતનો લાભ
- કેનાલોનું વિસ્તૃતીકરણ માટે મોડાસા એમએલએ દ્વારા વિધ્ધાનસભામાં રજૂઆત
અરવલ્લી જિલ્લામાં છ જળાશયો છતાં વર્ષોથી નવી કેનાલ નહિ બનવાના પગલે જિલ્લાની મોટાભાગની જમીન સિંચાઈથી વંચિત રહેતા ખેડૂતો પરેશાન બન્યા છે. ડેમો બન્યા ત્યારે બનાવાયેલ કેનાલો દ્વારા જિલ્લાની માત્ર 10 હાજર હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળી રહ્યો છે જ્યારે બાકીની જમીન ઉનાળામાં બિન પિયત રહેતા ખેડૂતો ખેતી કરી શકતા નથી જ્યારે સિંચાઈ હસ્તકના તળાવો પણ ખાલી ખમ થઇ જતા ખેડૂતોને ઉનાળાના પ્રારંભે પાણીની સમસ્યા સતાવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગ હસ્તકના કુલ 529 તળાવો આવેલા છે. ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે તેવામાં જિલ્લાના મોટાભાગના તળાવો ખાલી થઇ ચુક્યા છે. પાણીના સ્તર નીચે જતા કુવા બોરમાં પાણી પણ ઓછું થઇ ગયું છે. જેથી ઉનાળાની શરૂઆત થીજ ખેડૂતો પાણીની સમસ્યા થી પરેશાન બન્યા છે. ઉનાળુ વાવેતર કરવું છે. પણ પૂરતા પ્રમાણમાં પાણી નહિ હોવાના કારણે ખેડૂતો વાવેતર કરી શકતા નથી. બીજી તરફ જિલ્લામાં મેશ્વો, માજુમ, વાત્રક, વૈડી અને લાંક સહીત મોટા છ જેટલા જળાશયો આવેલા છે. જેમાં પાણીનો જથ્થો હોવા છતાં માત્ર ગણતરીના ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઇના પાણીનો લાભ થાય છે. વર્ષો પહેલા ડેમો બન્યા તે સમયે કેનાલ કાઢવામાં આવી હતી ત્યાર બાદ કોઈજ નવી કેનાલો બનાવાઈ નથી. જેથી ડેમોમાં પાણી હોવા છતાં ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળી શકતો નથી જેથી ખેડૂતો પરેશાન છે.
આ માટે મોડાસાના ધારાસભ્ય રાજુભાઈ ઠાકોરે પણ ગઈ કાલે વિધાનસભામાં રજૂઆત કરી છે. ત્યારે જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમો માંથી કેનાલો નવી બનાવી નજીકના તળાવોમાં પાણી લિફ્ટિંગ કરાય અથવા નવી કેનાલ બનાવવાનું આયોજન કરી વધુમાં વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવું આયોજન કરાય તેવી ખેડૂતો માંગ કરી રહયા છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ વાવેતર વિસ્તાર વાળી 2 લાખ હેક્ટર જમીન છે. જે પૈકી માત્ર 10 હજાર હેક્ટર જમીનને જ કેનાલો દ્વારા સિંચાઈનો લાભ મળે છે. બાકીના ખેડૂતોને પોતાના કુવા બોરના પાણી ઉપરા આધાર રાખવો પડી રહ્યો છે. જે ઉનાળાના સમયમાં કુવા બોરમાં પાણીના જળ સ્ટાર નીચે જતા રહેતા ખેડૂતો ખેતી કરી શકતા નથી .
સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા સિંચાઈ વિભાગના જણાવ્યું હતું કે જિલ્લાના છ ડેમો દ્વારા કેનાલ મારફતે 10 હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. હાલ ડેમો બન્યા ત્યારે જે કેનાલો બની છે તેજ કેનાલો દ્વારા પાણી અપાય છે. ત્યાર બાદ કોઈ નવી કેનાલ બનાવાઈ નથી કે બનાવવા માટેનું આયોજન કરાયું નથી. સમયાંતરે કેનાલોનું મરામત કરાય છે. પણ નવી કેનાલ માટે હાલ કોઈ આયોજન નથી .