@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં જહાંગીરપુરા પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગૌરવ પથ રોડ પર કેનાલ પાસે ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે 124 જેટલી દારૂની બોટલો સાથે દારૂ વેચનારા ત્રણ ઈસમની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જહાંગીરપુરા પોલીસ હદ મથકમાંથી દારૂનો ઝડપાઈ જતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વખત શહેરમાંથી દારૂ ઝડપાય છે. ખાસ કરીને સ્થાનિક પોલીસના મેળાપીપળામાં આ પ્રકારે દારૂ વેચાતો હોવાનો સામે આવતું હોય છે. અને સ્થાનિક પોલીસની મહેરબાનીથી ચાલતા આ પ્રકારના દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવે છે અને સ્થાનિક પોલીસના નાક નીચેથી દારૂ ઝડપી પાડવામાં આવે છે. તેવી જ ઘટના સુરતના જહાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ગૌરવ પથ રોડ નજીક કેનાલ પાસે બની હતી. આ કેનાલ પાસે એક દારૂનો અડ્ડો ચાલતો હતો. સ્થાનિક પોલીસને જાણ ન હોય તેમ આ અડ્ડો સરા જાહેર ચાલતો હતો. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને સ્થાનિક જહાંગીરપુરા પોલીસ ઉંઘતી રહી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂના અડ્ડા પર રેડ કરી 41400 રૂપિયા ની 124 દારૂની બોટલો કબજે કરી હતી.,સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પર દારૂ વહેંચનારા ,સુજલ રાઠોડ ,સાગર અને સાજીદ શેખની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે જોની રાઠોડ ,જંબુરો અને દારૂ સપ્લાય કરનાર ને વોન્ટેડ જાહેર કર્યો ..હતો..SMC ની ટિમ દ્વારા મુદામાલ અને આરોપી ઊંઘતી રહેલી જહાંગીરપુરા પોલીસ ને સોંપ્યા હતા.. જહાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી આ પ્રકારે દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અજાણ હોય એ પ્રકારનો ઘાટ સર્જાયો છે ..હાલ આ વિસ્તારમાંથી દારૂનો અડ્ડો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે હવે સ્થાનિક પોલીસ સામે ઉચ્ચ અધિકારીઓ કઈ પ્રકારના પગલાં ભરે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ
આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ
આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી
આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું