Cricket/ સ્મિથને સારી બેટિંગનો મળ્યો ફાયદો, રેન્કિંગમાં પહોંચ્યો આ સ્થાને

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ તાજેતરમાં જ વિશ્વનાં ટેસ્ટ બેટ્સમેનો માટે નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ભારતની ત્રીજી ટેસ્ટ બાદ રેન્કિંગમાં ફેરફાર થયો છે….

Sports
11 5 sixteen nine 4 સ્મિથને સારી બેટિંગનો મળ્યો ફાયદો, રેન્કિંગમાં પહોંચ્યો આ સ્થાને

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ તાજેતરમાં જ વિશ્વનાં ટેસ્ટ બેટ્સમેનો માટે નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ભારતની ત્રીજી ટેસ્ટ બાદ રેન્કિંગમાં ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયાનાં સૌથી યુવા બેટ્સમેન સ્ટીવ સ્મિથે સિડની ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારી હતી. તેને આ બેટિંગનો ફાયદો થયો છે અને તે ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ પણ પ્રગતિ કરી છે.

આઇસીસીએ મંગળવારે (12 જાન્યુઆરી) નવીનતમ ટેસ્ટ રેન્કિંગની ઘોષણા કરી છે. સિડની ટેસ્ટ બાદ જાહેર કરાયેલા રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન 919 પોઇન્ટ સાથે ટોચ પર છે. ભારત સામે સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 131 અને બીજી ઇનિંગમાં 81 રન બનાવ્યા બાદ સ્મિથ એક સ્થાન આગળ વધી ગયો છે. આ પહેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો કેપ્ટન વિરાટ કોહલી બીજા નંબર પર હતો. પરંતુ હવે સ્મિથ વિરાટને પછાડીને 900 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. પરિણામે, વિરાટ (870 પોઇન્ટ) ત્રીજા સ્થાને આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનાં માર્નસ લાબુશાને અને પાકિસ્તાનનાં બાબર આઝમ અનુક્રમે ચોથા અને પાંચમાં ક્રમે છે.

આ ઉપરાંત ભારતનાં ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા પણ બીજા સ્થાને પહોંચી ગયો છે. પૂજારાએ સિડની ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 50 અને 77 રન બનાવ્યા છે. તેથી, 753 પોઇન્ટ સાથે, તે દસમાં ક્રમેથી આઠમાં ક્રમે આવ્યો છે. કેપ્ટન અજિંક્ય રહાણે છઠ્ઠા ક્રમેથી સાતમાં સ્થાને રહ્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર ત્રણ સ્થાન નીચે આવીને 10 માં સ્થાને છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડનાં ક્રિકેટર હેનરી નિકોલ્સ ત્રણ સ્થાન ઉછળીને ટોપ-10 માં પહોંચી ગયો છે. તેણે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી.

Cricket / ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત…

Cricket / ભારત-ઔસ્ટ્રેલિયા મેચ: વોર્નરે પ્રેક્ષકો દ્વારા કરવામાં આવેલ…

covid19 / બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પાઝિટિવ, થાઇલેન્ડમાં રમી …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો