એરપોર્ટ પરથી 30 કરોડની મોંઘી ઘડિયાળો સાથે તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા તસ્કર પાસેથી 34 ઘડિયાળો મળી આવી છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 30 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શનિવારે કોલકાતા એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે શનિવારે કોલકાતા એરપોર્ટ પર 30 કરોડ રૂપિયાની ઘડિયાળની દાણચોરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. એરપોર્ટ પર દાણચોર પાસેથી એક મોંઘી ગ્રેયુબેલ ફોર્સી બ્રાન્ડની ઘડિયાળ મળી આવી હતી. આ પછી તસ્કરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગ્રેયુબેલ ફોર્સી, પુર્નેલ, લુઈસ વીટન, એમબી એન્ડ એફ, મેડ, રોલેક્સ, ઓડેમાર્સ પિગ્યુટ, રિચાર્ડ મિલે જેવી વિવિધ પ્રીમિયમ બ્રાન્ડની 34 હાઈ-એન્ડ ઘડિયાળો મળી આવી હતી.
સિંગાપોરથી કોલકાતા પહોંચ્યો હતો ચોર
અધિકારીએ જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની ઘડિયાળો અપવાદરૂપે ઊંચી કિંમતની મર્યાદિત એડિશન ઘડિયાળો છે. બજારમાં તમામ ઘડિયાળોની કુલ કિંમત 30 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આરોપી સિંગાપોરથી કોલકાતા એરપોર્ટ પહોંચ્યો હતો. ડીઆરઆઈ મુંબઈ ઝોનલ ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ તેના રહેણાંક પરિસરમાં વિદેશી મૂળની 34 થી વધુ દાણચોરીવાળી હાઇ-એન્ડ પ્રીમિયમ ઘડિયાળો ધરાવે છે.
ડીઆરઆઈની ટીમને મળી હતી બાતમી
ઇનપુટમાંથી જાણકારી મળી હતી કે ઉક્ત વ્યક્તિ વિદેશમાં છે અને વિદેશી મૂળની કેટલીક વધુ હાઇ-એન્ડ પ્રીમિયમ ઘડિયાળો સાથે ભારત પરત ફરી રહ્યો છે. અધિકારીએ કહ્યું કે આ ઘડિયાળો કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા વિના દેશમાં દાણચોરી કરવા માટે હતી. બાતમીના આધારે, આ વ્યક્તિને સિંગાપોરથી પરત ફરતી વખતે કોલકાતા એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો અને તેના કબજામાંથી એક મોંઘી ગ્રેયુબેલ ફોર્સી બ્રાન્ડની ઘડિયાળ મળી આવી હતી.
Directorate of Revenue Intelligence (DRI), Mumbai zonal Unit arrested a person and recovered more than 30 smuggled high-end premium watches of foreign origin from his residence. Most of these watches are limited edition watches of exceptionally high value. The total market value… pic.twitter.com/rm28EnV9Wi
— ANI (@ANI) July 22, 2023
ધરપકડ કરાયેલા દાણચોરની પૂછપરછ તપાસ ચાલુ
રીપોર્ટ મુજબ , કસ્ટમ એક્ટની કલમ 104 હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સામાન દ્વારા વ્યક્તિઓ દ્વારા ઘડિયાળની આયાત પર સામાનના નિયમો મુજબ 38.5 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે, જેની આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવી હતી. પકડાયેલા તસ્કરની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ ભારતના વિવિધ એરપોર્ટ પર મોંઘી ઘડિયાળો સહિતની વિદેશી વસ્તુઓની દાણચોરી કરતા લુખ્ખા લોકો ઝડપાઈ ચૂક્યા છે.
આ પણ વાંચો:Raid on Fraud/58 કરોડના ફ્રોડના આરોપીને ત્યાં દરોડો પાડતા પોલીસ ચોંકી ઉઠી
આ પણ વાંચોઃ Gujarat Weather/ભારે વરસાદ બાદ અમદાવાદ એરપોર્ટમાં ઘૂંટણિયે સુધી ભરાયા પાણી, રનવે અને ટર્મિનલ પર ડૂબ્યા પાણીમાં
આ પણ વાંચોઃ CBSE-Regional language/લો, હવે સીબીએસઇ પણ સ્થાનિક ભાષામાં અભ્યાસ કરાવશે
આ પણ વાંચોઃ ગાંધીનગર/PM મોદીનું મિશન અમૃત સરોવરને CM ભૂપેન્દ્ર પટેલે એક વર્ષમાં કર્યું પૂર્ણ, હવે ગુજરાતમાં ખતમ થશે પાણીની તંગી
આ પણ વાંચોઃ Botad-Teenager dies/બોટાદમાં દુઃખદ ઘટનાઃ કિશોર તળાવમાં ડૂબ્યો