India vs Newzealand/ તો શું રાંચીમાં T20 સીરીઝની બીજી મેચ નહી રમાઇ શકે? જાણો સ્થિતિ

ઝારખંડ હાઈકોર્ટમાં શુક્રવારે અહીં યોજાનારી ભારત-ન્યૂઝીલેન્ડ T20 ક્રિકેટ સીરીઝની બીજી મેચ મોકૂફ રાખવા અથવા સ્ટેડિયમની માત્ર અડધી ક્ષમતા ધરાવતી મેચોને મંજૂરી આપવા માટે અરજી કરવામાં આવી છે.

Top Stories Sports
ભારત-ન્યૂઝીલેન્ડ

ઝારખંડ હાઈકોર્ટમાં શુક્રવારે અહીં યોજાનારી ભારત-ન્યૂઝીલેન્ડ T20 ક્રિકેટ સીરીઝની બીજી મેચ મોકૂફ રાખવા અથવા સ્ટેડિયમની માત્ર અડધી ક્ષમતા ધરાવતી મેચોને મંજૂરી આપવા માટે અરજી કરવામાં આવી છે. ઝારખંડ હાઈકોર્ટનાં એડવોકેટ ધીરજ કુમારે શુક્રવારે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનાં JSCA સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની સીરીઝની બીજી T20 મેચમાં દર્શકો માટે 100% બેઠકો ખોલવા સામે ઝારખંડ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો – Syed Mushtaq Ali Trophy / મનીષ પાંડેનાં બુલેટ થ્રો ની મદદથી મેચ પહોંચી સુપર ઓવરમાં, જુઓ Video

આપને જણાવી દઇએ કે, ઝારખંડ હાઈકોર્ટનાં એડવોકેટ ધીરજ કુમારે 100 ટકા ક્ષમતા સાથે ક્રિકેટ મેચો યોજવાની છૂટનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે રાજ્યનાં મંદિરો, તમામ અદાલતો અને અન્ય કચેરીઓ પણ કોરોના સંક્રમણને લઈને 50 ટકા સ્ટાફ સાથે કામ કરી રહી છે, ત્યારે રાજ્ય સરકારે કયા નિયમ હેઠળ 100 ટકા ક્ષમતાવાળા ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે? અરજીમાં આજની મેચ સ્થગિત કરવા અથવા 100 ટકા ક્ષમતાવાળા સ્ટેડિયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર વહેલી તકે સુનાવણી થાય તે માટે એડવોકેટે કોર્ટમાં વિશેષ વિનંતી પણ કરી છે જેથી વહેલી તકે સુનાવણી થઈ શકે અને આ મામલે રાજ્ય સરકારનાં આદેશ પર સ્ટે મુકી શકાય. જો કે આ આંતરરાષ્ટ્રીય મુદ્દો હોવાથી અને ક્રિકેટ મેચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી, મુખ્ય ન્યાયાધીશ ડૉ. રવિ રંજન અને ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદની ડિવિઝન બેન્ચે કોઈપણ નિર્દેશ આપ્યા વિના અરજીને ફગાવી દીધી હતી. મહત્વનું છે કે બે દિવસ પહેલા રાજ્ય સરકારે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની ક્રિકેટ મેચ માટે સ્ટેડિયમની માત્ર 50 ટકા સીટો બુક કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ત્યારબાદ આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને આયોજકોને મેચ માટે સ્ટેડિયમની તમામ સીટો બુક કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સીરીઝની T20I સીરીઝની બીજી મેચ શુક્રવારે અહીં યોજાવાની છે જેના માટે અહીં જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – India vs Newzealand / આ ખેલાડી બે દેશો તરફથી T20 રમતી વખતે ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં ત્રણ મેચની T20I સીરીઝમાં 1-0થી આગળ છે. બુધવારે પ્રથમ T20 મેચમાં ભારતે કિવી ટીમને પાંચ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. તેના માટે માર્ટિન ગુપ્ટિલે 70 અને માર્ક ચેપમેને 63 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 165 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા.