Sunil Gavaskar Satement: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ચાર વિકેટે જીત મેળવી હતી. ભારતે આપેલા મોટા લક્ષ્યને મુલાકાતી ટીમે 19.2 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. ભારત માટે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ શાનદાર અર્ધસદી ફટકારી હતી. તેમ છતાં ભારતીય ટીમ જીતવામાં નિષ્ફળ રહી હતી. આ પહેલા એશિયા કપમાં પણ ભારતને શ્રીલંકા અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે સતત મોટી મેચોમાં ભારતની હાર બાદ ટીમની સૌથી મોટી નબળાઈ જણાવી છે.
સ્પોર્ટ્સ વિશે વાત કરતાં ગાવસ્કરે કહ્યું, ‘છેલ્લા ઘણા વર્ષોથી સ્કોરનો બચાવ કરવો ભારત માટે એક સમસ્યા છે. આ ભારતની નબળાઈ છે. આ કોઈ નવી સમસ્યા નથી. જો ટીમ ઈન્ડિયાને આગળની મેચોમાં જીત મેળવવી હોય તો આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. જો ટીમમાં બુમરાહ હોય તો તે શક્ય લાગે છે, પરંતુ તેની ગેરહાજરીમાં તેનો બચાવ કરવો મુશ્કેલ બની જાય છે. બુમરાહ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. તે નાગપુરમાં રમે કે ન રમે, પરંતુ જ્યારે તે ટીમમાં હોય છે ત્યારે અલબત્ત ટીમ ઈન્ડિયા બચાવ કરવામાં સફળ રહે છે. આ સમયે ભારત પાસે 16 થી 20 ઓવરની વચ્ચે જોઈએ તેવો બોલર નથી.
તમને જણાવી દઈએ કે, પ્રથમ T20 મેચમાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયા સામે 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. તો ઈજા બાદ પરત ફરી રહેલા હર્ષલ પટેલે 4 ઓવરમાં 49 રન ખર્ચ્યા હતા. આ સિવાય ઓફ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ 3.2 ઓવરમાં 42 રન આપ્યા હતા. પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગ હારનું કારણ હતું.
આ પણ વાંચો: ડબલ એન્જિન સરકાર/ PM મોદીના હસ્તે સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે