વિશ્વ આત્યારે આંગળીનાં ટેરવા પર છે તેવુ કહેવુ જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. ઇન્ટર નેટનાં આ જમાનામાં કોઇ પણ માહિતી એક બે ક્લિક સાથે ઉપલબ્ધ છે. માહિતીનો દરિયો ઉપલબ્ધ છે….પરંતુ આમાં સાચી અને કામની માહિતી કેટલી ? પ્રશ્ન વિકટ છે, કારણ કે માહિતીનો અતી રેક એ એક રીતે ખુબ જ ભય જનક પરિબળ છે અને તેમા પણ ચાલસાઝો દ્વારા કરવામાં આવતા માહિતી સાથે ચેડાએ આહીં સૌથી મોટુ ભયસ્થાન છે. લોકો પોતાનાં મતલબ માટે ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં માહિતી અને ખાસ કરીને સમાચારોનું મેન્પ્યુલેશન કરે છે અને ભ્રમણાઓ ફેલાવી જાહેર જીવનને ડામાડોળ કરી દે છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, રાજકોટમાંથી. જી હા, ગુજરાત ન્યૂઝ પ્રાઇવેટ લી. એટલે Gtpl ના બ્રેકિંગ ન્યૂઝની પ્લેટ સાથે છેડછાડ કરી કોઇ ચાલસાઝ શખ્સ દ્વારા આ ન્યૂઝ પ્લેટને વાઇરલ કરી ઉપરોક્ત જેવી જ હરકત કરવામાં આવી હતી. જો કે, આજે સાયબર ક્રાઇમ વધતા અને સાયબર ક્રાઇમનાં ભયસ્થાનો જોતા આપણી પોલીસ પણ એટલી જ સતર્ક જોવામાં આવે છે અને માટે જ ગણતરીની ધડીઓમાં આ કામ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ શહેર સાયબર સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં ન્યૂઝ પ્લેટમાં એડીટિંગ કરનાર પારસ સુરેશ ભાઈ રૈયાણી નામના ૩૩ વર્ષીય યુવકેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સે મોડિફાઇડ ન્યૂઝ પ્લેટને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી કોરોના મહામારી વચ્ચે લોકોને ગેર માર્ગે દોરવાનું કામ કર્યું હતું. પોલીસે આરોપી યુવક ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…