ઓડિશાના કટકમાં એક સામાજિક કાર્યકર્તાએ કથિત રીતે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાને હોસ્પિટલમાં નાચવા માટે દબાણ કર્યું. 71 વર્ષીય કમલા પૂજારીને કિડનીની બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓડિશાના પરજા આદિવાસી સમુદાયે એક સામાજિક કાર્યકર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે જેણે પૂજારીને સરકારી હોસ્પિટલના ICUમાં ડાન્સ કરવા માટે દબાણ કર્યું હતું.
પદ્મશ્રી વિજેતા પુજારીએ તેમના ગૃહ જિલ્લા કોરાપુટમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “હું ક્યારેય ડાન્સ કરવા માંગતી ન હતી, પરંતુ મને આવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મેં વારંવાર નકારી કાઢ્યું, પરંતુ તેણી (મમતા બેહેરા)એ સાંભળ્યું નહીં. હું બીમાર હતી.”
આદિવાસી સમુદાય એસોસિએશનના વડા હરીશ મુદુલીએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર સામાજિક કાર્યકર સામે પગલાં નહીં લે તો તેઓ રસ્તાઓ પર વિરોધ કરશે. આપને જણાવી દઈએ કે પૂજારીને 2019 માં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી બીજની 100 થી વધુ જાતોને સાચવવા માટે પદ્મશ્રી મળ્યો હતો.
તેમને કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નવીન પટનાયકે તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે પૂજારીને આઈસીયુમાં નહીં પરંતુ વિશેષ કેબિનમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના રજિસ્ટ્રાર (વહીવટ) ડૉ. અવિનાશ રાઉતે જણાવ્યું હતું કે, “કથિત રીતે પૂજારીને ડાન્સ કરાવનારી મહિલા એક ખાસ કેબિનમાં તેને મળવા આવતી હતી.”
આ પણ વાંચો:નવરાત્રીને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, સાંભળીને તમને આનંદ થશે.
આ પણ વાંચો:ભારતમાં સર્વાઇકલ કેન્સરની પ્રથમ સ્વદેશી રસી લોન્ચ, જાણો બજારમાં ક્યારે આવશે
આ પણ વાંચો:આ છે વિશ્વના ટોપ-10 કેરિયર એરક્રાફ્ટ, INS વિક્રાંત સાથે હવે છે ભારત પાસે 2 યુદ્ધ જહાજ
આ પણ વાંચો:દેશને આજે મળશે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર IAC વિક્રાંત, જાણો તેના વિશે સંર્પુંણ વિગત