પાટણ જીલ્લાના શંખેશ્વરના જેસડા ગામેથી SOG પોલીસે ખેતરમાં વાવેતર કરેલ રૂપિયા ૩૧.૭૩ લાખનો ૩૧૭ કિલો ગાંજો ઝડપી પડ્યો છે. ત્યારે SOG પોલીસે એક શખ્સની પણ અટકાયત કરી છે.
પાટણ જીલ્લામાં અવાર નવાર ખેતરમાં અફીણનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. ત્યારે ફરી SOG પોલીસે જીલ્લાના શંખેશ્વરના જેસડા ગામે ખેતરમાં ખેડૂત દ્વારા અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી SOG પોલીસને મળતા પોલીસે જેસડા ગામે રેડ કરી ૩૧૭ કિલો અફીણનો જથ્થો જેની કીમત રૂપિય ૩૧.૭૩ લાખનો ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે અફીણ જેવો નશાકારક જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડી ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.