Not Set/ આગામી ૪૮ કલાકમાં મોબાઇલ નેટવર્ક થઇ શકે છે બંધ

આવનારા ૪૮ કલાક થોડા સમય માટે બ્લેક આઉટ જેવી સ્થિતિ પેદા કરી શકે છે.  એક્ષ્પર્ટ નું માનવામાં આવે તો સોલાર સ્ટોર્મ પૃથ્વી સાથે ટકરાય શકે છે. સૂર્ય માં એક કોરોનલ હોલ થશે જેના કારણે સૂર્ય માંથી ખુબજ ભારે પ્રમાણ માં ઉર્જા નીકળશે. આ સોલાર સ્ટોર્મ જો પૃથ્વી સાથે ટકરાશે તો સેટેલાઈટ આધારીત મોબાઇલ , ટીવી […]

Trending
solar storm આગામી ૪૮ કલાકમાં મોબાઇલ નેટવર્ક થઇ શકે છે બંધ

આવનારા ૪૮ કલાક થોડા સમય માટે બ્લેક આઉટ જેવી સ્થિતિ પેદા કરી શકે છે.  એક્ષ્પર્ટ નું માનવામાં આવે તો સોલાર સ્ટોર્મ પૃથ્વી સાથે ટકરાય શકે છે. સૂર્ય માં એક કોરોનલ હોલ થશે જેના કારણે સૂર્ય માંથી ખુબજ ભારે પ્રમાણ માં ઉર્જા નીકળશે. આ સોલાર સ્ટોર્મ જો પૃથ્વી સાથે ટકરાશે તો સેટેલાઈટ આધારીત મોબાઇલ , ટીવી અને  જીપીએસ જેવી સુવિધાઓ ઠપ્પ થઇ જશે. અમેરિકી સ્પેસ એજંસી નાસા એ એક તસ્વીર જાહેર કરી છે જેમાં સૂર્ય માંથી નીકળતા ગેસ ના તોફાન જોઈ શકાય છે.

સૂર્ય માંથી નીકળશે ગરમ તોફાન

રીપોર્ટ નું માનવામાં આવે તો તોફાન ના કારણે પૃથ્વી ની સોલાર ડિસ્ક ના લગભગ અડધા હિસ્સા ને કાપતો એક મોટો છેદ બનશે, જેના કારણે સૂર્ય ના વાતાવરણ થી પૃથ્વી તરફ ખુબ જ ગરમ હવાનું તોફાન આવશે. નેશનલ ઓશન એન્ડ એટ્મોસ્ફીયર એસોસીએશન નું કેહવું છે કે આ સોલાર સ્ટોર્મ જી-૧ કેટેગરી નું છે.  મતલબ તોફાન હળવું હશે પણ નુકશાન ઘણું થઇ શકે છે.

તોફાન થી પૃથ્વી ને થઇ શકે છે નુકશાન

એસોસીએશન ફોરકાસ્ટ નું કેહવું છે કે જી-૧ કેટેગરી નું જીયો-મેગ્નેટિક તોફાન ૪૮ કલાક માં એ સમય પર આવી શકે છે જયારે સૌર હવાઓ ચાલી રહી હશે. ચુંબકીય તોફાન ને સૌર તોફાન કહે છે જે સૂર્ય  માં આવેલા ક્ષણિક બદલાવ થી ઉત્પન થાય છે. આ સૌર તોફાન ને જી-૧,જી-૨,જી-૩,જી-૪,જી-૫ એમ ૫ કેટેગરી માં સૂચિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે  જી-૫ કેટેગરી નું તોફાન  પૃથ્વી ને ભારે માત્રા માં નુકશાન પહોચાડી શકે છે. સોલાર સ્ટોર્મ ને લઇ ને સ્કાયમેટ ના વૈજ્ઞાનિક ડો. મહેશ પલાવત નું કેહવું છે કે જી-૧ કેટેગરી માં પાવરગ્રીડ પર સૌથી વધારે અસર થાય છે. આ તોફાન ની અસર અમેરિકા અને બ્રીટનમા વધારે રેહવાની આશંકા છે.