શહીદોને શ્રદ્ધાંજલિ/ સૈનિકોએ બાઇક રેલી કરીને ગલવાન શહીદોને આપી અનોખી શ્રદ્ધાંજલિ,વીડિયો વાયરલ

ઉત્તરી કમાન્ડે બાઇક રેલી કાઢીને ગલવાન ઘાટીના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા આ શ્રદ્ધાંજલિનો વીડિયો વાયરલ કર્યો છે.

Top Stories India
4 36 સૈનિકોએ બાઇક રેલી કરીને ગલવાન શહીદોને આપી અનોખી શ્રદ્ધાંજલિ,વીડિયો વાયરલ

ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડે બાઇક રેલી કાઢીને ગલવાન ઘાટીના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા આ શ્રદ્ધાંજલિનો વીડિયો વાયરલ કર્યો  છે. સેનાના જવાનો બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી, લદ્દાખના ખડકાળ અને મુશ્કેલ રસ્તાઓ અને નદીઓ પાર કરીને નુબ્રા ખીણમાં પહોંચ્યા. આર્મી બાઈક રેલીનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

 

 

ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આ 47-સેકન્ડના વિડિયોમાં, આર્મીના જવાનો તેમના સાથીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે બાઇક રેલી કાઢે છે. વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે જવાનો બાઇક સવારી ડ્રેસ પહેરીને સાથે ઉભા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સૈનિકો બાઇક પર સવાર થઈને લદ્દાખના પથરાળ અને મુશ્કેલ રસ્તાઓ પર ચાલી રહ્યા છે. જવાનો પણ બાઇક સાથે નદી પાર કરી રહ્યા છે. વીડિયોની આગળની ક્લિપમાં કેટલાક ફોટા બતાવવામાં આવ્યા છે જેમાં આ સૈનિકોને અન્ય સૈનિકો દ્વારા આવકારતા બતાવવામાં આવ્યા છે.