Weather Forecast : ગુજરાતમાં કાતિલ ઠંડીથી કંટાળેલા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે, આગામી 6 દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
દાસે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદ લાવ્યું હતું, તે ક્રોસ થઈ ગયું છે. જેના કારણે જ ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ અને માવઠાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી 4 દિવસ સુધી કાતિલ ઠંડી યથાવત રહેશે
આ પણ વાંચો: તીવ્ર ઠંડી અને ધુમ્મસ વચ્ચે ફરી ભારે વરસાદ; આ 15 રાજ્યોમાં વાદળો વરસશે
આ પણ વાંચો: ઠંડીથી મળશે આંશિક રાહત, ગુજરાત હવામાન વિભાગની આગાહી