ગીરસોમનાથ,
શ્રાવણ માસમાં સોમનાથ દાદાના દર્શનાર્થે આવનારા ભાવિક ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો જેના કારણે સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ વધારો નોંધાયો છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ભક્તોના ઘસારોને કારણે એક કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે સોમનાથ ટ્રસ્ટની આવક 4.50 કરોડ હતી ત્યારે આ વખતે ટ્રસ્ટની આવક 5.50 કરોડ નોંધાઈ છે.
તો સાથે 11 હજારના દાનથી કરાતું ધ્વજા પુજન 231 લોકોએ કર્યું હતું. તો ટ્રસ્ટની આવકમાં પૂજા વિધિ, ડોનેશન, પ્રસાદી તેમજ અતિથિ ગૃહની આવક સાથે ભોજનાલયના આવકનો સમાવેશ કરવામાં આવ્યો છે.