Ahmedabad News: અમદાવાદમાં પુત્રએ માતાની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના પાલડી વિસ્તારની છે. પાલડીમાં રહેતા એક શખ્સે પહેલા પોતાની માતાની હત્યા કરી અને બાદ આત્મહત્યા કરી. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ફલેટમાં રહેતા એક શખ્સ આત્મહત્યા કરી. જયારે આ શખ્સની આત્મહત્યાને લઈને સામાન્ય તપાસ કરી તો માલૂમ પડ્યું કે આ શખ્સે પહેલા પોતાની માતાની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી. ઘટનાની જાણ થતા પોલીસ FSLની ટીમ સાથે બનાવસ્થળ પર પંહોચી ગઈ છે. આ શખ્સે કેમ માતાની હત્યા કરી અને કેમ બાદમાં પોતે આત્મહત્યા કરી તે કારણ જાણી શકાયું નથી. પોલીસને આ મામલે હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ કે હત્યા માટેનું કારણ મળ્યું નથી. હત્યા અને આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ આ મામલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી
આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ
આ પણ વાંચો: વ્યાજખોરોનો આંતક આસમાને, જામનગરમાં વૃદ્ધની ઝેરી દવા પી આત્મહત્યા