રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. અનેક લોકોએ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ મહામારીના કારણે અનેક લોકો માનસીક રીતે પીડાઈ રહ્યા છે. જયારે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા, તો અનેકોએ આખોને આખો પરિવારો ગુમાવ્યા છે. આવામાં સુરતથી હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કોરોનાગ્રસ્ત માતાના મોતને જીરવી ન શકનાર પુત્રએ હોસ્પિટલમાંથી મોતની છલાંગ લગાવી છે. માતાના મોતની જાણ થતા જ પુત્રએ સંજીવની હોસ્પિટલની અગાશી પરથી કુદીને આપઘાત કર્યો છે.
જણાવીએ કે સુરતની સંજીવની હોસ્પિટલમાં છાયાબેન છેલ્લા 20 દિવસથી કોરોના પોઝિટિવ તરીકે સારવાર લઈ રહ્યા હતા. એકના એક પુત્રના આપઘાતને લઈ પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. લાજપોરગામના રહેવાસીઓ એ જણાવ્યું હતું કે, છાયાબેન ઉ.વ. 45 સચિનમાં બ્યુટી પાર્લર ચલાવતા હતા. એમના પતિ રાજુભાઇ લાજપોર સ્મશાન ગૃહમાં કામ કરે છે. નીરવ એકનો એક દીકરો હતો. માતા-પુત્રના મોતને લઈ આખું ગામ શોકમાં ડૂબી ગયું છે.
આ પણ વાંચો :20 દિવસથી ઘરે ગયો નથી, બાળકોની ઈચ્છા હતી એટલે ઘરની બહાર ઉભા રહી ઉજવણી કરી :ડોક્ટર વિશાલ
ગઈકાલે અચાનક છાયાબેનનું કોરોનાથી મોત નિપજ્યુ હતું. આ બાબતની જાણ એમના પરિવારના એકના એક પુત્ર નીરવને કરાતાએ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો. પરંતુ નીરવ માતાનું મોત સહન કરી શક્યો ન હતો. તેથી માતાના મૃતદેહને જોઈ એણે પણ હોસ્પિટલમાંથી નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. એકના એક પુત્રના આપઘાતને લઈ પિતા રાજુભાઈ પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમણે એકસાથે પત્ની અને પુત્ર બંનેને ગુમાવ્યા છે. નીરવનો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરી દેતા પોલીસ દોડી આવી હતી.
આ પણ વાંચો :આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા માટે સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાંથી ધર્માદા ફંડ વાપરી શકશે
આ ઘટના લગભગ સાંજે 7 વાગ્યાની હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ નીરવ ધારાસભ્ય ઝંખનાબેનની ઓફિસમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ છાયાબેનને કોવિડ ગાઈડ લાઈન મુજબ ટીમ વિધિ માટે લાજપોર સ્મશાન ગૃહમાં લઈ જવાની તૈયારી કરાઈ રહી છે. જ્યારે પુત્ર નિરવનું સવારે પોસ્ટ મોર્ટમ થાય ત્યારબાદ મૃતદેહ મળે પછી અંતિમ વિધિ કરાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો :રેલ્વે લાઇન નજીક ખેતરમાં આગ લગતા માતા-પિતા સહિત 6 લોકોનાં મોત