Not Set/ બોલિવૂડ સિંગર શાનની માતા સોનાલી મુખર્જીનું નિધન, કૈલાશ ખેરે આપી માહિતી

શાનની માતા સોનાલી મુખર્જીનું ગુરુવારે નિધન થયું છે. કૈલાશ ખેરે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. કૈલાશ ખેરે સોશિયલ મીડિયા દ્વારા દિવંગત આત્મા માટે પ્રાર્થના કરી છે.

Entertainment
શાનની માતા

પોતાના સુરીલા અવાજથી કરોડો લોકોના દિલ જીતનાર સિંગર શાન પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કારણ કે તાજેતરમાં જ પોતાના અવાજથી જાદુ કરનાર સિંગર શાનની માતાનું નિધન થયું છે. શાનની માતા સોનાલી મુખર્જીનું ગુરુવારે નિધન થયું છે. કૈલાશ ખેરે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે. કૈલાશ ખેરે સોશિયલ મીડિયા દ્વારા દિવંગત આત્મા માટે પ્રાર્થના કરી છે. જ્યારથી લોકોને આ વાતની જાણ થઈ ત્યારથી સોશિયલ મીડિયા પર લોકો શાનની માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને દિવંગત આત્માના મોક્ષ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘ગહરાઇયાં’નું ટ્રેલર રિલીઝ, દીપિકા પાદુકોણે સિદ્ધાંત ચતુર્વેદી સાથે આપ્યો જોરદાર કિસિંગ સીન, જુઓ

a 117 5 બોલિવૂડ સિંગર શાનની માતા સોનાલી મુખર્જીનું નિધન, કૈલાશ ખેરે આપી માહિતી

કૈલાશ ખેરે આપી માહિતી

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને જાણકારી આપી કે શાનની માતા હવે આ દુનિયામાં નથી. બોલિવૂડના પ્રખ્યાત ગાયક શાને ગુરુવારે તેની માતાને ગુમાવી દીધી. તેની માતા સોનાલી મુખર્જી પણ ગાયિકા હતા. ટ્વિટર પર આ માહિતી આપતા કૈલાશ ખેરે લખ્યું, ‘મોટા ભાઈ શાન @singer_shaan ની માતાનું અવસાન થયું. દિવંગત આત્માના ઉદ્ધાર માટે સર્વશક્તિમાનને પ્રાર્થના. ત્રણે લોકના અધિપતિ ભગવાન શિવને પ્રાર્થના છે કે આપણા શાન ભૈયાના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ મળે. શાશ્વત પ્રાર્થના ૐ ‘.

એક ઈન્ટરવ્યુમાં શાને કહ્યું હતું કે તેની માતાના કારણે તેણે સંગીતમાં કારકિર્દી બનાવી છે. તેણે એ પણ શેર કર્યું કે તેણે વર્ષ 1986 માં તેના પિતા ગુમાવ્યા જ્યારે તે માત્ર 14 વર્ષનો હતો. જે બાદ તેની માતાએ તેની અને તેની બહેન સાગરિકાની સંભાળ લીધી. શાને એ પણ કહ્યું હતું કે તેની માતા તેના કામ અને માતૃત્વને ખૂબ જ જવાબદારીપૂર્વક સંભાળે છે. શાન એક લોકપ્રિય બોલિવૂડ પ્લેબેક સિંગર છે, જે ચાર કદમ, કુછ તો હુઆ હૈ, આઓ મિલો ચલો, હે શોના, જબ સે તેરે નૈના અને બેહતી હવા સા સહિતના અનેક ગીતો માટે જાણીતો છે.

મહત્વનું છે કે આજે ટીવીના જાણીતા એક્ટર શાહિર શેખે પણ તેના પિતાને ગુમાવ્યા છે. શાહિરના પિતાનું કોરોના સારવાર દરમિયાન નિધન થયું હતું.

આ પણ વાંચો :કલા જગતને વધુ એક ઝટકો – ફિલ્મ અભિનેતા અને કવિ અરુણ વર્માનું નિધન 

આ પણ વાંચો :શાહિર શેખના પિતા કોરોના સામે હાર્યા જંગ, ગંભીર હાલત બાદ થયું નિધન

આ પણ વાંચો : ફ્રેન્ચ અભિનેતા ગેસ્પાર્ડ ઉલીલનું 37 વર્ષની વયે નિધન,ચાહકોમાં ભારે શોકની લાગણી

આ પણ વાંચો :શાહરૂખ ખાને ઇન્સ્ટાગ્રામ પર કર્યું કેમબેક, આર્યન ડ્રગ્સ કેસ બાદ એક્ટરે કરી પહેલી પોસ્ટ