” ધ ફાઘર ઓફ ઘ નેશન” રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતી પર કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાંધી દ્વારા ભારતની PM મોદી સરકાર, ભાજપ અને RSS પર આકરા શાબ્દીક પ્રહારો કરવામાં આવ્યા હતા. સોનીયા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગાંધીજીનું નામ લઇ ભારતને તેના જ રસ્તા પરથી ભટકાવાવ કોશિશ કરનારાઓની આ દેશમાં પહેલા પણ ઓછા નહોતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવા લોકો સામ-દમ-દંડ-ભેદ નો ખુલ્લો કરાબાર કરી પોતાની જાતને બહુજ તાકતવર સમજી રહ્યા છે.
સોનીયા ગાંધીએ વધુમાં પ્રહાર કરતા કહ્યું હતું કે, ભારત અને ગાંઘીજી એક-બીજાનાં પરિયાય છે. પરંતુ તે અલગ વાત છે કે આજકાલ ઘણા લોકોએ આનાથી ઉંધું કરવાની જીદ પકડી છે. તે ઇચ્છે છે કે, ગાંધીજી નહીં RSS ભારતનો પરીયાય બની જાય.
https://twitter.com/ANI/status/1179334688034447361
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN