બોલીવુડ અભિનેતા સોનુ સૂદ ગયા વર્ષથી કોરોનાકાળથી મસીહા તરીકે ઉભરી આવ્યો છે. લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોની મદદ કરીને મસીહા તરીકે ઉભરી આવેલા સોનુ સૂદે મદદની પ્રક્રિયા ચાલુ રાખી છે. દરરોજ, લાખોની સંખ્યામાં મદદ માટે અપીલ કરવામાં આવે છે અને તેઓ શક્ય તેટલા લોકો સુધી મદદ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોનુની પ્રસિદ્ધિ જે તેને સિનેમા જગતમાંથી મળી ન હતી તે તેના ઉમદા કાર્યો દ્વારા મળી છે. તે જે રીતે લોકોને મદદ કરી રહ્યો છે, તે હોતા હવે સોશિયલ મીડિયા પર માંગ કરવામાં આવી રહી છે કે તેને વડા પ્રધાન બનાવવામાં આવે.
તે જ સમયે, જ્યારે સોનુ સૂદને વડા પ્રધાન બનવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે આપેલા જવાબની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. કેટલાક મીડિયાકર્મીઓએ સોનુ સૂદને પૂછ્યું કે ‘લોકો તને વડા પ્રધાન બનતા જોવા માંગે છે. રાખી સાવંત પણ ઇચ્છે છે કે તમે વડા પ્રધાન બનો. આ અંગે તમે શું કહેવા માંગો છો? ‘ જેના પર સોનુ સૂદે કહ્યું કે ‘હું એક સામાન્ય માણસ છું. એક સામાન્ય માણસ હોવા છતાં, હું તમારા જેવા મારા બહેન ભાઈઓને મળી શકું છું, પરંતુ હું પ્રધાનમંત્રી તરીકે ક્યાં મળી શકીશ.
આ પણ વાંચો :તારક મહેતા…. સીરીયલના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી ના પિતા વિનોદ ગાંધીનું કોરોનાના કારણે નિધન
જણાવી દઈએ કે રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે સોનુ સૂદ, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનની પ્રશંસા કરી રહી હતી. તેણે કહ્યું કે આ ત્રણેય આપણા દેશના ખરા હીરો છે. આ સાથે રાખીએ એમ પણ કહ્યું કે, જો તમારે દેશનું ભલું જોઈએ છે, તો હું કહું છું કે સોનુ સૂદ કે સલમાન ખાનને આ દેશનો વડા પ્રધાન બનાવવા જોઈએ. કારણ કે તેઓ દેશના રીયલ હીરો છે.
સોનુએ સુરેશ રૈનાની પણ કરી મદદ
આપને જણાવી દઈએ કે સોનુ સૂદ આ દિવસોમાં કોવિડ -19 લડતા લોકો માટે બેડ, ઓક્સિજન અને દવાઓ ગોઠવવામાં વ્યસ્ત છે. આ અગાઉ તેણે ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને પણ મદદ કરી હતી. જણાવી દઇએ કે સુરેશ રૈનાએ તેની આંટી માટે મેરઠમાં ઓક્સિજન સિલિન્ડર માટે વિનંતી કરી હતી, ત્યારબાદ સોનુ સૂદે તેમને લગભગ 10 મિનિટમાં સિલિન્ડર આપ્યું હતું.
આ પણ વાંચો :ભીષ્મ પિતામહ સહી સલામત, મોતની અફવા ફેલાતા પોતે કર્યું ખંડન
આ પણ વાંચો :તારક મહેતા કા… શો ની આ અભિનેત્રી થઈ ટ્રોલ, ટ્વિટર પર ઉઠી ધરપકડ કરવાની માંગ