ઘણા સ્ટાર્સની આગામી પેઢી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કેટલાક સ્ટાર કિડ્સે તો ફિલ્મોમાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે તો કેટલાક પોતાના પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત છે. આવો, અહીં જાણીએ કે કયા સેલેબ્સના બાળકો ટૂંક સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવા જઈ રહ્યા છે.
રાશા થડાની
રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પગ મૂકવાની તૈયારી કરી લીધી છે. રાશા ટૂંક સમયમાં ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મમાં અજય દેવગનના ભત્રીજા અમાન દેવગન સાથે જોવા મળશે.
સુહાના ખાન
શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
ઈબ્રાહિમ અલી ખાન
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સર્જમીનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઈબ્રાહિમે કરણ જોહરને ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં પણ અસિસ્ટ કર્યું છે.
શનાયા કપૂર
જો રિપોર્ટ્સનું માનીએ તો, સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર કરણ જોહરની આગામી ફિલ્મ બેધડક સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકશે.
ખુશી કપૂર
દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને પીઢ ફિલ્મ નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર, ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.
અગસ્ત્ય નંદા
અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂમાં અભિનેતા તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
આર્યન ખાન
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આર્યન ખાને સ્ટારડમ નામની વેબ સિરીઝમાં પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો:Suhana Khan/ ધ આર્ચીઝની રિલીઝ પહેલા શાહરૂખ ખાનની પુત્રીએ કરોડોની જમીન ખરીદી હતી, પરંતુ અહીં એક વિચિત્ર ટ્વિસ્ટ છે…
આ પણ વાંચો:Kiara Siddharth/પેપ્સે પૂછ્યું કે સિદ્ધાર્થ કેમ છે? કિયારા અડવાણીએ આપ્યો ખતરનાક જવાબ
આ પણ વાંચો:ધમકી/રેપર યો યો હની સિંહને મળી જાનથી મારી નાખવાની ધમકી, ગેંગસ્ટર ગોલ્ડી બારારની મળી વોઇસ નોટ
આ પણ વાંચો:વિવાદો વચ્ચે ધરખમ કમાણીઃ આદિપુરુષનું ત્રણ જ દિવસનું 300 કરોડનું કલેકશન